અક્ષય કુમારને ગુજરાતમાં હોટલ ખોલવી છે

P.R


ફિલ્મ ‘વન્સ અપૉન અ ટાઇમ ઇન મુંબઈ દોબારા’ના માટે ગઈ કાલે અમદાવાદ આવેલા ફિલ્મના ઍક્ટર અક્ષયકુમારે પહેલા ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી સાથે અને એ પછી ગુજરાતનાં રેવન્યુ મિનિસ્ટર આનંદીબહેન પટેલ સાથે મીટિંગ કરી હતી. મોદી અને આનંદીબહેન પટેલ સાથેની અક્ષયની આ મીટિંગ કરાવી આપવાનું કામ નરેન્દ્ર મોદીના અંગત મિત્ર એવા પરેશ રાવલે કર્યું હતું. નરેન્દ્ર મોદી સાથે ઘનિષ્ઠ સંબંધો ધરાવે છે એ જગજાહેર છે. નરેન્દ્ર મોદીની ઑફિસમાંથી જાણવા મળ્યાં મુજબ ફિલ્મના પ્રમોશન માટે અક્ષય, ઇમરાન અને સોનાક્ષી એમ ત્રણ જ આવવાનાં હતાં, પણ અક્ષય અને નરેન્દ્ર મોદીની મીટિંગ કરાવવાની હોવાથી પરેશ રાવલ ખાસ અમદાવાદ આવ્યા હતા અને અઢી કલાક સુધી બન્ને મીટિંગમાં સાથે રહ્યા હતા.

મજાની વાત એ છે કે દેશના ભાવિ વડા પ્રધાન માનવામાં આવતાં નરેન્દ્ર મોદીનો હમણાં વિરોધ કરનારા શત્રુઘ્ન સિંહાની દીકરી સોનાક્ષી ગઈ કાલે અમદાવાદમાં હતી. એ પછી પણ મોદીને મળવા માટે ગઈ નહોતી. એવું જ હીરો ઇમરાન ખાનનું હતું. પરેશ રાવલ અને અક્ષયકુમાર જ્યારે મોદીને મળવા ગાંધીનગર ગયા ત્યારે ઇમરાન અને સોનાક્ષી બિચારાં પ્રમોશનનું કામ કરતાં રહ્યાં હતાં.
P.R

વેબ દુનિયા| Last Modified ગુરુવાર, 8 ઑગસ્ટ 2013 (15:12 IST)
અક્ષયકુમાર ગુજરાતમાં પ્રોજેક્ટ કરવા માગતો હોવાથી આનંદીબહેન પટેલ સાથે તેની મીટિંગ ગોઠવવામાં આવી હતી. આનંદીબહેન ગુજરાતનાં રેવન્યુ મિનિસ્ટર છે અને આ પદના હિસાબે તે અક્ષયકુમારને જગ્યાની ફાળવણી કરાવી શકે એમ છે. અક્ષયકુમાર ગુજરાતમાં એક નહીં પણ બબ્બે પ્રોજેક્ટ વિશે વિચારી રહ્યો છે. આ બે પ્રોજેક્ટમાંથી એક પ્રોજેક્ટ વિન્ડ-એનર્જીનો છે તો બીજો પ્રોજેક્ટ હોટેલ ડેવલપમેન્ટનો છે. આનંદીબહેન રેવન્યુ ઉપરાંત શહેરી વિકાસ મંત્રાલય પણ સંભાળતાં હોવાથી અક્ષયના તેના આ બીજા પ્રોજેક્ટમાં પણ આનંદીબહેન હેલ્પરૂપ બની શકે છે.


આ પણ વાંચો :