સેફ-કરીના ડિસેમ્બરમાં ઈંડિયામાં લગ્ન કરશે

વેબ દુનિયા|

P.R
બોલિવૂડની સૌથી વધુ ચર્ચાયેલી જોડી સૈફ અને કરિનાના લગ્નની વાર કે તિથિ તો નક્કી નથી થઈ પણ હા લગ્ન ઈન્ડિયામાં જ થશે. થોડા સમયથી એવી વાતો થઈ રહી હતી કે સૈફ અલી ખાન ભારત છોડીને લંડનમાં જઈને કરિના સાથે લગ્ન કરાવનો છે. અલબત્ત, હવે સૈફે કહી દીધુ છે કે તેઓ ડિસેમ્બર મહિનામાં લગ્ન કરશે અને તે પણ ઈન્ડિયામાં જ.

સૌથી પહેલા સૈફની માતા શર્મિલા ટાગોરે કહ્યુ હતું કે તેમનો પુત્ર 16મી ઓક્ટોબરના રોજ પટૌડી પેલેસમાં કરિના સાથે લગ્ન કરશે.

એક ન્યૂઝ એજન્સી સાથેની ખાસ વાતચીતમાં 41 વર્ષીય સૈફે જણાવ્યુ હતું કે અહેવાલોમાં લખાઈ રહ્યું છે તેમ લગ્ન હાલમાં નથી થવાના.

"મેં હજી લગ્નની તારીખ નક્કી નથી કરી. અમે વર્ષના અંતે લગ્ન કરીશું."
જ્યારે સૈફને પૂછવામાં આવ્યુ કે શું તેઓ હિન્દુ વિધિ પ્રમાણે લગ્ન કરશે કે પછી પઢશે, ત્યારે સૈફે કહ્યુ હતું કે, "આ બહુ જ અંગત બાબત છે...હું તેના વિશે વાત કરવા નથી માંગતો."

થોડા સમયથી એવી અફવાઓ ચાલી રહી હતી કે બોલિવૂડના ક્યા વ્યક્તિને બોલાવવા અને કયાને નહીં, તે પળોજણથી બચવા માટે સૈફ ભારતની બહાર લંડન જઈને લગ્ન કરવાનો નિર્ણય લઈ રહ્યો છે. જો કે, અફવાનું ખંડન કરતા સૈફે કહ્યુ હતું કે, "અમે ચોક્કસ જ લંડનમાં લગ્ન નથી કરી રહ્યાં. લગ્ન વિશેની બાકીની વાતો હું તમને નહીં જણાવું કારણે કે તે અંગત બાબત છે. તે અમારી ખાનગી વાત છે."


આ પણ વાંચો :