સની લિયોન હવે દુબઈનુ દિલ લૂટશે

P.R


19 એપ્રિલથી 25 એપ્રિલ સુધી ચાલનારી આ 'કેજ્ડ' ઈવેંટમાં બોલીવુડ્ના ઘણા જાણીતા કલાકારો પોતાનુ પરફોર્મન્સ આપશે. પ્રીમિયર પ્રોડક્શન દ્વારા આયોજીત કરવામાં આવી રહેલ 'કેજ્ડ' ઈવેંટના સીઈઓ જાવેદ શફીનુ કહેવુ છે કે સની આ ઈવેંટમાં બોલીવુડના ત્રણથી ચાર ગીત પર ત્રીસ મિનિટ માટે પરફોર્મન્સ કરશે.

વેબ દુનિયા|
એડલ્ટ ફિલ્મોથી લઈને બોલીવુડની ફિલ્મોમાં લોકપ્રિયતા મેળવનારી અભિનેત્રી વર્તમાન દિવસોમાં 'શૂટ આઉટ એટ વડાલા'નાપોતાના આઈટમ નંબર 'લૈલા તેરી લે લેગી'ને લઈને ખૂબ ચર્ચામાં છે. ફિલ્મના ડાયરેક્ટર સંજય ગુપ્તાએ સનીની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખતા તેને ફિલ્મના પ્રમોશનનો એક ભાગ બનાવી લીધી છે. હવે તેઓ સનીને લઈને જઈ રહ્યા છે. સની 25 એપ્રિલના રોજ દુબઈમાં પોતાનુ પરફોર્મન્સ આપશે. આ પરફોર્મન્સમાં સનીની સાથે જોન અબ્રાહમ, તુષાર કપૂર, અનિલ કપૂર, સોનૂ સુદ, સોફી ચૌધરી અને પાકિસ્તાની ગાયક મુસ્તફા જાહિદ પણ હશે.
સનીએ ટ્વીટ કરીને કહ્યુ છે કે દુબઈમાં આવી રહી છુ. એક ધમાકેદાર પરફોર્મન્સ સાથે. અત્રે એ ઉલ્લખનીય છે કે સનીનુ આઈટમ ગીત 'લૈલા તેરી લે લેગી' ખૂબ લોકપ્રિય થઈ ચુક્યુ છે. ઈંટરનેટ પર તો આ ગીત ધમાલ મચાવી રહ્યુ છે.


આ પણ વાંચો :