લતા અને એશ્વર્યાના પ્રશંસક પાકિસ્તાનના પ્રધાનમંત્રી

N.D
ઈસ્લામાબાદ. પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રી યૂસૂફ રજા ગિલાની ભારતની બે મહાન કલાકાર સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકર અને એશ્વર્યા રાયના પ્રશંસક છે.

યૂસૂફ રજા ગિલાનીએ એક ખાનગી સમાચાર ચેનલથી વાતચીતમાં કહ્યુ - હુ જ્યારે જેલમાં હતો, તો પોતાના લેપટોપ પર એશ્વર્યા રાયની ફિલ્મો જોતો હતો અને સાથે સથે લતાજીના ગીત પણ સાંભળતો હતો. તેમને રોમાંટિક અંદાજમાં પોતાના દિલની વાત જણાવતા કહ્યુ કે તેઓ એશ્વર્યાના મોટા પ્રશંસક છે. યૂસુફ રજા ગિલાની સૂફી સંત પરિવારના છે અને તેઓ લતાજીની અવાજના પ્રશંસક છે.

ભાષા|
N.D
અત્રે એ ઉલ્લેખનીય છે કે ગિલાનીને ઈ.સ. 2001માં રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે ભ્રષ્ટાચારના આરોપમાં પાંચ વર્ષની કેદની સજા સંભળાવી હતી. મુશર્રફે તેમને શરત મૂકીને કહ્યુ હતુ કે - એ પાકિસ્તાન પીપુલ્સ પાર્ટીનો સાથ છોડી દે નહિ તો જેલમાં સજા કાપે. તેમણે કહ્યુ કે તે બોલીવુડની બીજી અભેનેત્રીઓ અને ગાયકોના પણ પ્રશંસક છે. પાકિસ્તાનની પ્રજા પણ ઈચ્છે છે કે ભારતીય ફિલ્મો પાકિસ્તાની વાતાવરણમાં બને, જેને કારણે બંને દેશોનો મનોરંજન સાથે સંબંધ બંધાયેલો રહે.


આ પણ વાંચો :