શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : મંગળવાર, 25 એપ્રિલ 2017 (14:27 IST)

ઝહીર ખાનની મંગેતર સાગરિકા ઘટગે વિશે 10 રોચક વાતો તમે પણ જાણી લો

શાહરૂખ ખાન સ્ટાર ફિલ્મ 'ચક દે ઈંડિયા'ની પ્રીતિ સભરવાલ મતલબ સાગરિકા ઘટગેએ ઈંડિયિન ક્રિકેટર ઝહીર ખાન સાથે સગાઈ કરી લીધી છે. સાગરિકા અને જહીરના અફેયરની ચર્ચા લાંબા સ્માયથી હતી. હવે બંનેયે સગાઈ કરી પોતાના સંબંધો પર મોહર લગાવી દીધી છે. ઝહીરે સોમવારે સાંજે પોતાના ટ્વિટર હૈડલ પર એક તસ્વીર શેયર કરી. આ તસ્વીરમાં સાગરિકા પોતાની સગાઈની અંગૂઠી ફ્લોન્ટ કરતી જોવા મળી રહી હતી. આવો તમને બતાવીએ છીએ સાગરિકા વિશે એવી 10 વાતો જે તમે પહેલા ક્યારેય સાંભળી નહી હોય. 

1. સાગરિકા વિશે સૌથી ખાસ વાત એ છે કે તે નેશનલ લેવલની હોકી પ્લેયર છે. આ જ કારણે તે ફિલ્મ 'ચક દે ઈંડિયા'નો ભાગ બની હતી. 
 
2. સાગરિકાનો સંબંધ શાહી પરિવારની છે. સાગરિકાના પિતા વિજયેન્દ્ર ઘટગે હિન્દી ફિલ્મોમાં જાણીતા સેલીબ્રિટી છે. સાથે જ સાગરિકાની દાદી સીતા રાજે ઘટગે ઈન્દોરના મહારાજા તુકોજીરાવ હોલ્કરની પુત્રી હતી. 
 
3. સાગરિકા જ્યારે અભ્યાસ કરી રહી હતી ત્યારથી તેને એડ ફિલ્મોમાં કામ કરવાની ઓફર મળવા લાગી હતી. પણ તેમના પિતાએ આ પ્રપોજલને સ્પષ્ટ રૂપે નકારી દીધા હતા. 
 
4. સાગરિકાએ વર્ષ 2013માં ફિલ્મ રશ ઈમરાન હાશમી સાથે કામ કર્યુ હતુ. આ ફિલ્મમાં તેમના જોરદા કિસ સીન પણ હતા 
 
5. હિન્દી સાથે સાગરિકા પંજાબી અને મરાઠી ફિલ્મોમાં પણ ખૂબ એક્ટિવ છે. પંજાબી ફિલ્મ દિલદરિયા સાગરિકાની હિટ ફિલ્મોમાંથી એક છે.
 
 

6. સાગરિકા ફિલ્મોની સાથે ખતરો કે ખિલાડી સીઝન 6માં પણ જોવા મળી ચુકી છે. 
 
7. ફિલ્મ 'ચક દે ઈંડિયા' માં કામ કર્યા પછી સાગરિકાને રીબોક ઈંડિયાની બ્રાંડ એમ્બેસેડર બનાવવામાં આવી હતી.  
 
8. સાગરિકા અને ઝહીર ખાનના રિલેશન એ સમયે લોકો સામે આવ્યા જ્યારે બંને સાથે યુવરાજ સિંહ અને હેઝલ કીલના રિસેપ્શન પર પહોંચ્યા હતા. બંને એકબીજાને લગભગ 6 મહિનાથી ડેટ કરી રહ્યા છે. 
 
9. સાગરિકા પોતાના ભાઈ શિવજીત ઘટગેની ખૂબ નિકટ છે. તે સાગરિકાને લિટિલ બુલી કહીને બોલાવે છે. 
 
!0. સાગરિકાએ તાજેતરમાં જ ફિલ્મ ઈરાદામાં કામ કર્યુ છે. આ ફિલ્મમાં તેની સાથે નસીરુદ્દીન શાહ, અરશદ વારસી, દિવ્યા દત્તા અને શરદ પટેલ જોવા મળશે.