1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શનિવાર, 3 જુલાઈ 2021 (14:46 IST)

આમિર ખાનની આ ફિલ્મ જોતા જ દિલ આપી બેસી હતી કિરણ રાવ, જાણો કેવી રીતે થયો બંને વચ્ચે પ્રેમ

બોલીવુડ અભિનેતા આમિર ખાને બીજી પત્ની કિરણ રાવથી ડાયવોર્સ લેવાનુ એલાન કર્યુ છે. આમિર ખાન અને કિરણ રાવે પોતાના છુટાછેડાના સમાચાર શેયર કરતા એક જોઈંટ સ્ટેટમેંટ રજુ કર્યુ છે. આમિર અને કિરણના ડાયવોર્સના સમાચાર ફેન્સ માટે ખૂબ શોકિંગ છે.  આમિર અને કિરણે 15 વર્ષ પહેલા લગ્ન કર્યા હતા.  જોકે એક સમય હતો જ્યારે તેમના લવ સ્ટોરી  બોલીવૂડમાં ચર્ચાનો વિષય રહેતો હતો. ચાલો જાણીએ આમિર અને કિરણની પહેલી મીટિંગ અને લવ સ્ટોરી વિશે.
 
પોતાના લગ્ન જીવનમાં ઘણા ઉતાર ચઢાવ જોયા 
 
આમિર ખાન ભલે તેમની પ્રોફેશનલ લાઇફ 'મિસ્ટર પરફેક્શનિસ્ટ' માટે જાણીતા હશે, પરંતુ તેમનું અંગત જીવન હંમેશાં ઉતાર-ચઢાવથી ભરેલું રહ્યુ છે. આમિર પ્રોફેશનલ લાઇફ કરતા વધારે પોતાની પર્સનલ લાઇફ વિશે ચર્ચામાં રહ્યા છે. આમિરે અગાઉ કિરણ સાથેના લગ્ન પૂર્વે 1986 માં રીના દત્તા સાથે લગ્ન કર્યા હતા, પરંતુ થોડા વર્ષો પછી 2002 માં આમિરે રીનાને છૂટાછેડા આપી દીધા હતા.આમિર અને રીનાને બે બાળકો જુનાદ અને આઈરા ખાન.  જ્યારે કે  આમિર અને કિરણને પણ આઝાદ નામનો એક પુત્ર છે.

 
કિરણ સાથે કંઈક આ રીતે થઈ આમિરની પહેલી મુલાકાત 
 
30 મિનિટ સુધી ફોન પર વાત કર્યા પછી કિરણને ડેટ કરવા લાગ્યા હતા આમિર 
 
આમિરે ઇન્ટરવ્યુમાં એમ પણ કહ્યું હતું કે તે સમયે કિરણ મારા માટે ફક્ત મારી ટીમનો સભ્ય હતી. તે એક આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે  ફિલ્મમાં કામ કરી રહી હતી. આમિરે કહ્યું હતું કે જ્યારે હું રીનાથી છૂટાછેડા પછી કિરણને પહેલીવાર મળ્યો ત્યારે અમારી ખાસ વાતચીત પણ નહોતી. તે સમયે તે મારી મિત્ર પણ નહોતી. પણ એકવાર કિરણે તેમને કોલ કર્યો  આ કોલ લગભગ 30 મિનિટ સુધી ચાલ્યો, ત્યારબાદ તેણે કિરણને ડેટ કરવાનું શરૂ કર્યું.
 
આમિરને આ ફિલ્મમાં જોઈને દિવાની થઈ હતી કિરણ 
 
એક ઇન્ટરવ્યુમાં કિરણે કહ્યું હતું કે તેને ખૂબ જ નાની ઉંમરે આમિર ખાન પર ક્રશ થઈ ગયો હતો. બતાવી દઈએ કે કિરણ 14 વર્ષની વયે જ આમિરખાનને પ્રેમ કરવા માંડી હતી. તે સમયે કિરણે ક્યારેય વિચાર્યું નહોતુ કે એક દિવસ તે આમિરની પત્ની બની જશે. રીના દત્તથી છૂટાછેડા બાદ આમિરે કિરણ સાથે બીજા લગ્ન કર્યા. કિરણે ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેણે આમિર ખાનની ફિલ્મ 'ક્યામત સે ક્યામત તક' જોઇ હતી અને તે તેમના પ્રેમમાં પડી ગઈ.