સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 2 જુલાઈ 2021 (14:05 IST)

એક્ટ્રેસ યામી ગૌતમને ED નું તેડું, 7 જુલાઈને હાજર થવો પડશે

પ્રવર્તન નિદેશાલય (ઈડી) એ બૉલીવુડ એક્ટ્રેસ યામી ગૌતમને તેળુ કર્યુ છે. તેને ફેમા હેઠણ કથિત અનિયમિતતાઓના સંબંધમાં તેમનો નિવેદન નોંધવા માટે તેમને આવતા અઠવાડિયે તેમની સમક્ષ હાજર માટે કહ્યુ છે. 
 
જણાવી દઈએ કે યામીએ થોડા દિવસો પહેલા જ ફિલ્મ નિર્દેશક આદિત્ય ધર સાથે લગ્નસંબંધ બાંધ્યો છે. એક ખાનગી સમારોહમાં તેઓએ એકબીજાને તેમના જીવનસાથી બનાવ્યા છે. યામી અને આદિત્યએ 2019 ની સફળ ફિલ્મ 'ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક' માં સાથે કામ કર્યું હતું. હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં જન્મેલી અને ચંદીગઢમાં ઉછરેલી, યામી ગૌતમ હવે આગામી ફિલ્મ "દસવી"માં અભિષેક બચ્ચન સાથે જોવા મળશે. દિલ્હીના રહેવાસી ધર આ સમયે   'દ ઈમ્મોર્ટલ અશ્વત્થામા' પર કામ કરી રહ્યો છે અને તેમાં તેની સાથે 'ઉરી'માં કામ કરનાર વિકી કૌશલ પણ જોવા મળશે.