શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 31 માર્ચ 2017 (16:21 IST)

બાહોશ નિર્માતા હરેશ પટેલે અબ્બાસ મસ્તાનની "મશીન" ફિલ્મને ફ્લોપ થતી અટકાવી, હવે ફિલ્મ બોનસ મેળવે છે.

ફિલ્મ નિર્દેશક તરીકે અબ્બાસ મસ્તાનનું નામ ખૂબજ જાણીતું છે. તેમણે બાઝીગર, ઐતરાઝ, રેસ જેવી ફિલ્મો બનાવી છે. તે ઉપરાંત તેમની સૌથી ચર્ચિત અને હીટ નિવડેલી ફિલ્મ કીસ કીસ કો પ્યાર કરૂ પણ દર્શકોને બહુ પસંદ આવી હતી. પરંતું માન્યામાં નથી આવતું કે તેમની મશીન ફિલ્મના રિવ્યૂ થોડાક સમય પહેલા ખૂબજ ખરાબ આવ્યાં હતાં.  ફિલ્મને ક્રિટ્ક્સ પાસેથી 1 સ્ટાર મેળવવામાં પણ ફાંફા પડી ગયા હતાં.  મુંબઈના પોશ જુહુ વિસ્તારના PVR થિયેટરમાં આ ફિલ્મની માત્ર 1 જ ટિકીટ વેચાતા ફિલ્મનો શો કેન્સલ કરવાની નોબત આવી હતી. જ્યારે હાલમાં એવા રીપોર્ટ્સ મળ્યાં છે કે આ ફિલ્મે 75 ટકા કમાણી કરી લીધી છે અને હવે તે બોનસ રૂપી કમાણી મેળવી રહી છે. 

કોઈ પણ નવોદિત કલાકાર સાથે ફિલ્મનું નિર્માણ  કરવું એ નિર્માતા માટે ખૂબજ મોટો પડકાર ગણાતો હોય છે. તેમાંય જો લીડ એક્ટર કોઈ જાણીતા એક્ટરનો દિકરો કે દિકરી હોય તો નિર્માતા અડધી બાજી જીતી જતો હોય છે. આવું જ કંઈક તાજેતરમાં બનેલી ફિલ્મ મશીનમાં બન્યું છે.આ ફિલ્મમાં રોનિત રોય સિવાય કોઈ જાણીતો ચહેરો નહોતો. અબ્બાસ મસ્તાને આ રોમેન્ટિક થ્રિલર ફિલ્મ બનાવી છે. આ ફિલ્મ દ્વારા અબ્બાસ ભાઈના પુત્ર મુસ્તફાએ પદાર્પણ કર્યું છે. તેની સાથે કિયારા અડવાણી પણ છે. 
જ્યંતિલાલ ગડા પેન ઈન્ડિયા લિ, દ્વારા પ્રસ્તુત આ ફિલ્મના નિર્માતા હરેશ પટેલ ( એ ડી ફિલ્મ) ધવલ જ્યંતિલાલા ગડા ( ડીજી) પ્રણય ચોકસી તેમજ ખુદ અબ્બાસ મસ્તાન છે. ફિલ્મના નિર્માણ વખતે જ જો પુરતુ ધ્યાન આપવામાં આવે તો ફિલ્મના નિર્માતાને ઝાઝુ નુકસાન ભોગવવું પડતું નથી. 
સારા લોકેશન, હાઈ એન્ડ કાર અને ફિલ્મને ભવ્યતા બક્ષવા માટે મસમોટા સેટ, આ બધુ ભેગું કર્યું હોવા છતાં ફિલ્મની ક્વોલિટી સાથે કોઈ જ પ્રકારની બાંધછોડ કર્યાં વિના નિર્માતા હરેશ પટેલ અને પ્રણય ચોકસીએ મશીનને અદ્ભૂત બનાવી હતી. આ ફિલ્મ તૈયાર થઈને થિયેટરમાં રજુ થાય એ પહેલા જ નિર્માતાઓએ 17 કરોડના બજેટમાં બનેલી ફિલ્મનાં 75 ટકા તો સેટેલાઈટ અને ડીજીટલ રાઈટ્ર્સ વેચીને રૂ 12 કરોડ જેવી કમાણી કરી લીધી હતી. થિયેટરમાં રિલીઝ થયેલી આ ફિલ્મને ધીરે ધીરે સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તેના કારણે નિર્માતાઓને વધારાની કમાણી થઈ રહી છે. 
ખરેખર ફિલ્મના એક બાહોશ નિર્માતાને આનાથી વધારે કંઈ ખપે તેમ નથી. નવોદિત કલાકાર સાથેની તેની ફિલ્મ વેચાઈ જાય અને થિયેટરમાં તેને દર્શકોનો સાથ મળે એટલે તો બીજી ફિલ્મ બનાવવાની તૈયારીમા લાગી જાય છે. મશીન ફિલ્મની લીડ મુસ્તફા અને કિઆરા અડવાણીને લોકો પસંદ કરી રહ્યાં છે. તે ઉપરાંત થિયેટરની કમાણીથી આ ફિલ્મ નિર્માતાઓને ફાયદો કરાવી રહી છે.