ગુરુવાર, 16 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : ગુરુવાર, 16 જાન્યુઆરી 2025 (09:10 IST)

Saif Ali Khan- અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો, હોસ્પિટલમાં દાખલ

Saif Ali Khan -  ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાનને તેના બાંદ્રાના મકાનમાં ઘૂસીને છરી વડે હુમલો કરનાર ચોરે ઘાયલ કર્યો છે. તેને તાત્કાલિક લીલાવતી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. આ ઘટના આજે વહેલી સવારે લગભગ 3 વાગ્યે બની હોવાનું કહેવાય છે, જ્યારે એક ચોર સૈફના ઘરમાં ઘૂસ્યો હતો.
 
ઘટના દરમિયાન ઘરના નોકર જાગી ગયા અને અવાજ કર્યો, જેના કારણે સૈફ પણ જાગી ગયો. તેઓએ ચોરને પકડવાનો પ્રયાસ કર્યો, પરંતુ ચોરે પોતાને બચાવવા માટે તેમના પર છરી વડે હુમલો કર્યો. આ હુમલામાં સૈફ ઘાયલ થયો હતો, ત્યારબાદ ઘરના અન્ય સભ્યો અને નોકર તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા.k