એવુ લાગી રહ્યુ હતુ કે તે આંખો વડે દુષ્કર્મ કરી રહ્યો છે - ઈશા ગુપ્તા

esha gupta
Last Modified શનિવાર, 6 જુલાઈ 2019 (17:24 IST)
એક દિવસ પહેલા જ ઈશ ગુપ્તાની ફિલ્મ વનડે રજુ થઈ છે. આ ફિલ્મમાં તેમની સાથે અનુપમ ખેર જોવા મળી રહ્યા છે. ફિલ્મના રજુઆત પછી ઈશા પોતાના મિત્રો સાથે ડ્રિક્સ પર ગઈ હતી પણ તેનુ આ ફન ટાઈમ કોઈ સારો ન રહ્યો. તેણે પોતાનો એક્સપીરિયંસ સોશિયલ
મીડિયા પર શેયર કર્યો છે.

ઈશાએ એક હોટલ વ્યવસાયી પર કથિત રૂપે ખોટો વ્યવ્હાર કરવાનો આરોપ લગાવ્યો છે. ઈશાએ કહ્યુ કે રોહિત દ્વારા તેને જોયા કરવુ એ દુષ્કર્મ કરવા જેવો અનુભવ હતો. ટ્વીટ કરતા ઈશાએ લખ્યુ, "જો દેશમાં મારા જેવી એક મહિલા જ અનસેફ અનુભવ કરે છે તો બાકી છોકરીઓ શુ અનુભવ કરતી હશે. અહી સુધી કે મારી સાથે તો બે સિક્યોરિટી ગાર્ડ હતા પણ મને એવુ મહેસુસ કર્યુ જેવુ કે મારી સાથે રેપ થયો હોય. રોહિત વિગ તુ એક સુઅર છે.
તે આ ગંદકીનો જ હકદાર છે.


એક અન્ય ટ્વીટમાં ઈશાએ લખ્યુ "રોહિત વિગ જેવા વ્યક્તિ જ જવાબદાર છે. જેને કારણે મહિલાઓ ખુદને ક્યાય પણ સુરક્ષિત મહેસૂસ કરતી નથી.
તુ તારી આંખો સાથે મારી આસપાસ હાજર હતો અને તારુ આંખો ફાડીને જોવુ જ પુરતુ હતુ."

આ ઉપરાંત તેણે ઈસ્ટાગ્રામ પર એક સ્ટોરી પણ શેયર કરી જેમા તેમણે લખ્યુ 'કેટલાક લોકો ખૂબ જ અસભ્ય હોય છે. લાગે છે કે તો ક્યારેય નહી સીખે કે અજાણ્યા લોકો સાથે કેવી રીતે વ્યવ્હાર કરવો જોઈએ. આ લોકોને સભ્યતા સીખવાડવાની જરૂર છે.'esha gupta
ઈશાએ એક વ્યક્તિનો વીડિયો શેયર કરતા લખ્યુ, 'મારી અગાઉની પોસ્ટ વિશે.. આ માણસ બિલકુલ આંખો વડે મારો રેપ કરી રહ્યો હતો. થેંક્સ ગોડ કે મારી સિક્યોરિટી આ સ્થિતિમાં આટલી શાંત અન સજગ હતી. શુ કોઈ આ વ્યક્તિને ઓળખે છે.

આ વ્યક્તિને 3 વાર તેની વર્તણૂંક સુધારવાનુ કહેવામાં આવ્યુ.
ત્યારપછી મારી સાથે બે ગાર્ડ રહ્યા.
સિક્યોરિટી કૈમરા દ્વારા તેને કંફર્મ કરી શકાય છે. કોણ છે આ ભવિષ્યનો બળાત્કારી.' ઈશાએ સોશિયલ મીડિયા પર જણાવ્યુ કે તેની સાથે દુર્વ્યવ્હાર કરનારો આ વ્યક્તિ ગોવામાં એક હોટલનો માલિક છે.


આ પણ વાંચો :