ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 17 ફેબ્રુઆરી 2017 (11:05 IST)

અદા શર્મા કમાન્ડો-2માં હોટ લુકમાં જોવા મળશે

1920 ફેઈમ અભિનેત્રી અદા શર્મા હવે ફિલ્મ કમાન્ડો-2માં જોવા મળવાની છે. અદાએ કહ્યું હતું કે તેને એવો સાથી પસંદ છે જે ખાવાનો શોખીન હોય, જાનવરોને પ્રેમ કરતો હોય અને સતત બીજાને ખુશ રાખી શકતો હોય. 
અદા કહે છે સમયથી સાથે યોગ્ય સાથી બાબતેના મારા માપદંડ બદલી રહ્યા છે. મેં અનુભવ્યું છે કે મને એવા લોકો પસંદ છે જે ખુશ રહેતા હોય અને જાનવરોને પ્રેમ કરતાં હોય. મજાક પસંદ કરે, ખુબ ખાવાનું અને ખુબ કામ કરવાનું પસંદ કરે. અદા શર્માએ કમાન્ડો-2 વિશે કહ્યું હતું કે આ ફિલ્મ જોરદાર બની છે. દર્શકોને ખુબ પસંદ પડશે. ફિલ્મ રિલીઝ થયા બાદ દર્શકોની ટીપ્પણી વાંચવા હું અધીરી છું. અદાનો જગ્ગા જાસૂસમાં પણ મહત્વનો રોલ છે. 2008માં આવેલી હોરર ફિલ્મ 1920 થકી બોલીવૂડમાં કામ શરૂ કર્યુ હતું. તે તમિલ ફિલ્મો પણ કરે છે.