સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: નવી દિલ્હી. , શનિવાર, 3 જુલાઈ 2021 (21:16 IST)

Aamir Khanના છુટાછેડા પછી Fatima Sana Sheikh ને લોકો કરવા લાગ્યા ટ્રોલ, ટ્વિટર પર ટ્રેંડ થયુ નામ

બોલીવુડ અભિનેતા આમિર ખાન  (Aamir Khan) અને તેમની પત્ની કિરણ રાવ (Kiran Rao)ના છુટાછેડાના સમાચારે સૌને ચોંકાવી દીધા છે. બંનેયે પોતાના 15 વર્ષના સંબંધોને ખતમ કરતા જણાવ્યુ કે તેમને પરસ્પર સહમતિથી જુદા (Aamir Khan and Kiran Rao announce divorce) થવાનો નિર્ણય લીધો છે. 
 
ડાયવોર્સના સમાચારે લોકોને ચોંકાવ્યા 
 
આમિર અને કિરણ (Aamir And Kiran Divorce)ના છૂટાછેડાના સમાચારથી બોલીવૂડના ચાહકો ચોંકી ગયા છે. બંનેની જોડી એક આદર્શ જોડી માનવામાં આવતી હતી અને આ કપલના અચાનક અલગ થવાના સમાચાર ઘણા લોકો માટે આશ્ચર્યજનક નિર્ણય હતો. છૂટાછેડાના સમાચારો વચ્ચે બોલીવૂડ અભિનેત્રીનું નામ ઘસેટવામાં આવી રહ્યુ છે. 
 
ટ્વિટર ટ્રેંડ થઈ ફાતિમા સના શેખ 
 
સોશિયલ મીડિયા પર જેવુ જ આમિર અને કિરણના છુટાછેડા (Aamir And Kiran Divorce) ના સમાચાર ફેલાયા, બોલીવુડ એક્ટ્રેસ ફાતિમા સના શેખ  (Fatima Sana Sheikh) ને ટ્રોલ કરવામાં આવી. લોકોએ અભિનેત્રીનુ નામ એ રીતે ઘસેટ્યુ કે તે ટ્વિટર પર ટ્રેંડ થવા માંડી. લોકોનુ માનવુ છે કે આ છુટાછેડા તેના જ કારણે થયા છે. 
 
આમિરને ફાતિમા માને છે ગુરૂ 
 
જો કે ફાતિમા  (Fatima Sana Sheikh) એ એક ઈંટરવ્યુમાં કહ્યુ હતુ કે તે આમિરને પોતાના એક માર્ગદર્શક અને લાઈફ ગુરૂના રૂપમાં માને છે, પણ છુટાછેડાના સમાચાર પછી લોકો સોશિયલ મીડિયા પર આમિર અને ફાતિમાના કથિત લિંકઅપ પર ખૂબ ગોસિપ કરી રહ્યા છે.