શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : ગુરુવાર, 18 એપ્રિલ 2024 (17:59 IST)

આમિર ખાન પછી હવે એક્ટર રણવીર સિંહ વીડિયો વાયરલ - પોલીટિકલ પાર્ટીને સપોર્ટ કરતા જોવા મળ્યા, ચૂંટણી પહેલા ચાલી રહ્યુ છે ફેક પ્રમોશન

ranveer viral video
ranveer viral video
 આ વીડિયો તાજેતરમાં રણવીરની વારાણસી વીઝિટનો છે. જેમા તેઓ પોતાનો એક્સપીરિયંસ શેયર કરી રહ્યા હતા. વીડિયોમાં બોલ્યા રણવીર - વિચારો અને વોટ આપો 
 
 ‘મોદી જી નો ઉદ્દેશ્ય એ જ છે કે તે સેલિબ્રેટ કરે આપણા દુખી જીવનને, અમારી તકલીફને અમારી બેરોજગારીને અને અમારી મોંઘવારીને. કારણ કે આપણે જે ભારતવર્ષ છે.. હવે અન્યાય કાળની તરફ.. એટલી સ્પીડથી વધી રહ્યો છે પણ આપણે વિકાસ અને ન્યાયને માંગવુ ન ભૂલવુ જોઈએ.. તેથી સમજો અને વોટ આપો. 
 
રણવીરનો આ ફેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ છે 
મનીષ મલ્હોતાના શો માટે ગયા હતા વારાણસી 
ગયા રવિવારે વારાણસીના નમો ઘાટ પર ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાનો ફેશન શો આયોજીત કરવામાં આવ્યો હતો. રણવીર અને કૃતિ સેનન શો-સ્ટોર હતા. 

 
શો પહેલા ત્રણેયે રણવીર, કૃતિ અને મનીષને શ્રી કાશી વિશ્વનાથ ધામમાં દર્શન પૂજન કરાવ્યુ હતુ. આ દરમિયાન તેમણે ફેંસ સથે સેલ્ફી લીધી અને હર હર મહાદેવના નારા લગાવ્યા.  સાથે જ કેટલીક મીડિયા ચેનલને ઈંટરવ્યુ પણ આપ્યા હતા.  
 
ફેશન શો પછી રણવીરે કૃતિ અને ડિઝાઈનર મનીસ મલ્હોત્રા સથે આ ફોટો શેયર કર્યો હતો. 
 
આમિરનો વીડિયો પણ થયો હતો વાયરલ 
 
બે દિવસ પહેલા અભિનેતા આમિર ખાનનો એક નકલી વીડિયો પણ વાયરલ થયો હતો જેમાં તે એક રાજકીય પક્ષને સમર્થન કરતો જોવા મળ્યો હતો.
 
આ વીડિયો વાયરલ થયા બાદ આમિરે તેના પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે તે કોઈ પાર્ટીને સપોર્ટ કરતો નથી અને આ વીડિયો ફેક છે. અભિનેતાએ આ મામલે સાયબર સેલમાં એફઆઈઆર પણ નોંધાવી છે.
 
આમિરનો આ AI જનરેટેડ વીડિયો 'સત્યમેવ જયતે'ના શૂટિંગ દરમિયાન જણાવવામાં આવી રહ્યો હતો.

'સિંઘમ અગેન'માં જોવા મળશે રણવીર
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રણવીરની આગામી ફિલ્મ અજય દેવગન સ્ટારર 'સિંઘમ અગેન' છે. રોહિત શેટ્ટીના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મમાં અજય અને રણવીર ઉપરાંત કરીના કપૂર, અક્ષય કુમાર, ટાઈગર શ્રોફ, દીપિકા પાદુકોણ અને અર્જુન કપૂર પણ જોવા મળશે. આ ફિલ્મ બાદ તે ફરહાન અખ્તરની ફિલ્મ 'ડોન 3'નું શૂટિંગ શરૂ કરશે.