ગુરુવાર, 19 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : સોમવાર, 15 એપ્રિલ 2024 (15:19 IST)

Salman Khan House Firing: સલમાન ખાનના ઘર પર કેમ કરવામાં આવ્યો ગોળીબાર ? સામે આવ્યા 2 મોટા કારણ

Salman Khan House Attack: બોલીવુડ અભિનેતા સલમાન ખાનના ઘરે ગેલેક્સી એપાર્ટમેંટની બહાર રવિવારે સવારે હુમલાવરોએ તાબડતોબ ફાયરિંગ કર્યુ. આ હુમલાવર ફરાર છે. ઘટના પછી લોકોના મનમાં એક જ સવાલ ઉઠી રહ્યો છે કે છેવટે સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરવાનુ કારણ શુ હોઈ શકે છે ? આ ઘટના સાથે જોડાયેલ કેટલીક જરૂરી માહિતી સૂત્રોના હવાલે મળી છે. 

 
 
એજંસીજ સાથે જોડાયેલ સૂત્રો મુજબ સલમાનના ઘરે ફાયરિંગ કરવાના 2 સૌથી મોટા કારણ હોઈ શકેછે. પહેલુ તો એ કે સલમાન ખાનને આ વાતનો એહસાસ અપાવવો કે લોરેન્સ બિશ્નોઈ ગેંગની પહોચથી તેઓ વધુ દૂર નથી. બીજી બાજુ સૌથી મોટુ કારણ એ છે કે મુંબઈના શ્રીમંતો પાસેથી મોટી એક્સટૉર્શન વસૂલ કરવાનુ પણ હોઈ શકે છે. 
 
લોરેન્સ બિશ્નોઈ અને દાઉદ ઈબ્રાહિમનુ નામ આવ્યુ સામે 
સુરક્ષા એજંસીઓના સૂત્રોનુ માનીએ તો આ કારણ છે કે સલમાન ખાનના ઘરે ફાયરિંગ થયા બાદ સોશિયલ મીડિયા પર કબૂલનામાની જે ફેસબુક પોસ્ટ નાખવામાં આવી તેમા અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહિમનુ પણ નામ લખ્યુ હતુ. સુરક્ષા એજંસીઓને લાગે છે કે દાઉદનુ નામ લખવા પાછળ સૌથી મોટુ કારણ એ બતાવવાનુ છે કે હવે મુંબઈમાં દાઉદની કોઈ હેસિયત નથી.  સુપરસ્ટાર સલમાનના ઘર પર ફાયરિંગ કરાવીને લોરેન્સ બિશ્નોઈ ગેંગ મુંબઈને એક્સટૉર્શનની એક મોટી માર્કેટના રૂપમાં જોઈ  રહ્યુ છે. 
 
નાના-મોટા અપરાધોમાં સામેલ યુવકોને કરે છે રિક્રૂટ 
પોલીસનુ એ પણ માનવુ છે કે આટલી મોટી ઘટનાને અંજામ આપ્યા પછી કબૂલ કરવાનુ કારણ છે કે આરોપીઓના વિદેશોમાં બેસ્યા છે. કારણ કે આ ગેંગસ્ટર જાણે છે કે કાયદાના લાંબા હાથ તેમના સુધી સહેલાઈથી પહોચી શકે નહી અને તે મોટેભાગે નાના-મોટા અપરાધોમાં સામેલ યુવકોને પોતાની ગેંગમાં રિક્રૂટ કરે છે અને પોતાના દુશ્મનોને ઠેકાણે લગાવે છે. 
 
વારદાતને અંજામ આપવાની લાલચમાં શૂટર્સને વિશ્વાસ અપાવાય છે કે કામ થઈ ગયા બાદ તેને પણ વિદેશમાં બોલાવી લેવામાં આવશે અને બસ આ લાલચમાં આજના યુવાનો કોઈપણ મોટી ઘટનાને અંજામ આપવાથી ગભરાતા નથી.