રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: રવિવાર, 19 માર્ચ 2017 (12:39 IST)

બોલીવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય-બચ્ચનનાં પિતા કૃષ્ણરાજ રાયનું નિધન

બોલીવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય-બચ્ચનનાં પિતા કૃષ્ણરાજ રાયનું ટૂંકી માંદગી બાદ શનિવારે સાંજે લગભગ 4 વાગ્યે અવસાન નિપજ્યું હતું. ઐશ્વર્યા રાયના પિતાને લિમ્ફોમા કેન્સર હતું. જે તેના મગજ સુધી પહોંચી ગયું હતું. તેમને રિકરન્સ કેન્સર હતું. તેઓને છેલ્લે લગભગ એક સપ્તાહથી વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા અને આખરે આજે સવારે તેમનું અવસાન થયું હતું.
 
કૃષ્ણરાજ રાયના બાદમાં રાતે 8.30 વાગ્યે વિલે પાર્લે વેસ્ટ સ્થિત સ્મશાનભૂમિમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. એશના પિતાની તબિયત ખરાબ હોવાના કારણે આ વર્ષે બચ્ચનપરિવારે હોળી પણ સેલિબ્રેટ નહોતી કરી.
 
મેંગલોરનિવાસી કૃષ્ણરાજનાં પરિવારમાં એમના પત્ની વૃંદા, એક પુત્ર આદિત્ય અને એક પુત્રી ઐશ્વર્યા છે.  મૂળ મેંગ્લોરના રહેવાસી ક્રિશ્નરાજ રાય રાય મરીન બાયોલોજીસ્ટ હતા. તેમની વૃંદા રાય રાઈટર છે. તેમને ઐશ્વર્યા અને આદિત્ય રાય નામના બે સંતાન હતા. જેમાં ઐશ્વર્યા બોલિવૂડ એક્ટ્રેસ અને પૂર્વ મિસ વર્લ્ડ રહી ચૂકી છે. જ્યારે તેનો ભાઈ આદિત્ય મર્ચન્ટ નેવીમાં એન્જિનયર છે. એશના ભાઈ આદિત્યએ મોડલ શ્રીમા રાય સાથે લગ્ન કર્યા છે. હાલમાં ઐશ્વર્યા અને આદિત્ય બંને એકએક સંતાનોના માતા-પિતા બની ચૂક્યા છે.