સોમવાર, 15 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 2 એપ્રિલ 2024 (13:00 IST)

'ફુલ ઔર કાંટે' પહેલા આ ફિલ્મમાં જોવા મળ્યા હતા અજય દેવગન, મિથુનના બાળપણનો ભજવ્યો હતો રોલ

Ajay Devgn Birthday : બોલીવુડના સિંઘમ અજય દેવગન આજે (મંગળવાર) પોતાન 55મો જનમદિવસ ઉજવી રહ્યા છે.  અજય હિન્દી ફિલ્મ ઈંડસ્ટ્રીના એવા અભિનેતા છે જેમણે પોતાની પહેલી જ ફિલ્મ દ્વારા દર્શકોના દિલમાં એવુ સ્થાન બનાવ્યુ જ્યારબાદ તેમને ઓળખની જરૂર રહી નહી. જો કે અજય દેવગનને તેમના લુકને કારણે ફિલ્મ ઈંડસ્ટ્રીમાં ખૂબ ટ્રોલ થવુ પડ્યુ.  પણ તેમને પોતાની સક્સેસ અને કામ દ્વારા બધાનુ મોઢુ બંધ કરી નાખ્યુ.  ફિલ્મ ફુલ ઔર કાંટે (1991)દ્વારા પોતાની શરૂઆત કરનારા અજય દેવગનને પોતાની પહેલી ફિલ્મ રજુ થતા પહેલા પણ સાંભળવુ પડ્યુ હતુ કે તેઓ પોતાના લુકને કારણે ક્યારેય સક્સેસ નહી થઈ શકે.  અજય દેવગનનો જન્મ 2 એપ્રિલ 1969 ના રોજ નવી દિલ્હીમાં થયો હતો. તેમના પિતા વીરુ દેવગન બોલીવુડના એક મોટા એક્શન ડાયરેક્ટર હતા. 
 
અજય દેવગન નથી તેમનુ અસલી નામ 
તમને જાણીને નવાઈ લાગશે કે અજય દેવગન અભિનેતાનુ અસલી નામ નથી. તેમનુ બાળપણનુ નામ વિશાલ વીરુ દેવગન હતુ. તેમને ફિલ્મોમાં ડેબ્યુ પહેલા પોતાનુ નામ બદલવાનો નિર્ણય કર્યો અને અજય દેવગનને રાખી લીધો. ખૂબ ઓછા લોકો જાણતા હશે કે ફૂલ ઔર કાટે પહેલા અજયે ચાઈલ્ડ અભિનેતાના રૂપમા પહેલા જ પોતાના અભિનય ડેબ્યુ કરી લીધુ હતુ.  તેમણે ફિલ્મ પ્યારી બહેના(1985)માં કામ કર્યુ હતુ. જેના લીડ અભિનેતા મિથુન ચક્રવર્તી હતા. અજયે તેમના બાળપણનો રોલ ભજવ્યો હતો. ફૂલ ઔર કાંટે ની અપાર સફળતા પછી અજયે ફિલ્મ જિગર ની જે સફળ રહી. પછી તેમના કરિયરમાં અનેક સફળ ફિલ્મો (દિલવાલે, સુહાગ, વિજયપથ) આવી. ત્યારબાદ તેમને મહેશ ભટ્ટની ફિલ્મ જખ્મ આપવામાં આવી જેને માટે તેમને બેસ્ટ એક્ટર નો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો. 
 
કરિયરમાં આપી અનેક બ્લોકબસ્ટર ફિલ્મો 
 
અજય દેવગને પોતાના કરિયરમાં અનેક બ્લોકબસ્ટર ફિલ્મો પણ આપી છે જેમા સિંઘમ, ગોલમાલ, બોલ બચ્ચન, સ્ક્રીન પર હિટ થનારી તેમની લેટેસ્ટ ફિલ્મ દ્રશ્યમ 2 હતી, જે એક મલયાલી ફિલ્મ પર આધારિત હતી. વર્ષ 2000માં તેમણે અજય દેવગન ફિલ્મ્સ નામથી પોતાની ફિલ્મ નિર્માણ કંપનીની સ્થાપના કરી.  આજે અજય દેવગન અભિનય ઉપરાંત ડાયરેક્શનની દુનિયામાં પણ પગ મુકી ચુક્યા છે. તેમના પર્સનલ લાઈફની વાત કરીએ તો તેમને માર્શલ આર્ટની પણ ટ્રેનિંગ લીધી છે અને તાયક્વોડોમાં બ્લેક બેલ્ટ મેળવ્યો છે. પોતાની અનેક એક્શનથી ભરપૂર ફિલ્મોમાં પોતાના માર્શલ આર્ટ કૌશલનુ પ્રદર્શન કર્યુ છે. 
 

 
અજય પાસે છે લકઝરી કારોનુ કલેક્શન 
અજય દેવગને ત્રણ દસકાથી વધુ લાંબા કરિયરમાં 100થી વધુ હિન્દી ફિલ્મોમા અભિનય કર્યો છે. પોતાના સાહસી સ્ટંટ માટે જાણીતા અજય દેવગન ફિલ્મોમાં પોતાની અનેક એક્શન સીક્વેંસ પોતે કરે છે. અજય દેવગનને કારોનો શોખ છે અને તેમની પાસે લકઝરી અને વિંટેજ ગાડીઓનુ શાનદાર કલેક્શન છે.  તેમને પોતાની કારો ને ગોલમાલ અગેન (2017)મા પણ બતાવી હતી. બોલીવુડ ઉપરાંત અજય દેવગને ક્ષેત્રીય સિનેમા ખાસ કરીને પંજાબી અને મરાઠી ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. તેમની બહુમુખી પ્રતિભા હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં ઉપર સુધી ફેલાયેલી છે.