શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 27 એપ્રિલ 2022 (11:10 IST)

શુ બોલીવુડમાં પોતાનો જાદુ વિખેરવા તૈયાર છે ન્યાસા, જાણો શુ બોલ્યા અજય દેવગન

nyasa devgan
અજય દેવગનની પુત્રી નીસા છેલ્લા કેટલાક સમયથી ખૂબ ચર્ચામાં છે. ન્યાસાની ફોટોજ સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. તાજેતરમાં જ નીસાને ફેશન વીકમાં જોવામાં આવી. જેમા અભિનેત્રીનુ ગ્લેમરસ લુક જોઈને ફૈંસ હેરાન થઈ ગયા. નીસાની ફોટોજ વાયરલ થયા પછી એવુ કહેવાય રહ્યુ હતુ કે શુ નીસા જલ્દી જ બોલીવુડ ડેબ્યુ કરવાની છે. જો કે એ સમયે નીસા કે દેવગન પરિવારમાંથી કોઈએ આ વિશે કમેંટ કરી નહોતી. પણ હવે આ વિશે અજય દેવગનને પૂછવામાં આવ્યુ કે શુ તેમની પુત્રી બોલીવુડ ડેબ્યુનો પ્લાન બનાવી રહી છે ? 
nyasa devgan
અજયે જેના પર કહ્યુ કે  જરૂરી નથી કે તેમના બાળકો પણ બોલિવૂડમાં કરિયર બનાવે. તેમણે એમ પણ કહ્યું કે તેઓ પોતાના બાળકોને ક્યારેય નથી કહેતા કે તેણે આ ઈન્ડસ્ટ્રીમાં જ કામ કરવાનું છે. અજયે એમ પણ કહ્યું કે તેમના બાળકો ગમે તે ક્ષેત્રમાં પોતાનું કરિયર બનાવે, તેઓ હંમેશા તેમને સપોર્ટ કરશે.


ઉલ્લેખનીય છે કે આ પહેલા એક ઈન્ટરવ્યુ દરમિયાન અજયે કહ્યું હતું કે ન્યાસાને બોલિવૂડમાં રસ નથી. તેમણે એમ પણ કહ્યું કે  ભવિષ્યમાં તેનુ મન બદલાય તો એ અંગે કશુ કહી શકતા નથી.  પરંતુ અત્યારે તે ફિલ્મોમાં કામ કરવા તૈયાર નથી.
 
ઉલ્લેખનીય છે કે નીસા હાલ સ્વિટઝરલેંડથી ઈંટરનેશનલ હોસ્પિટાલિટીનો અભ્યાસ કરી રહી છે. આ પહેલા તે સિંગાપુરમાં અભ્યાસ કરી રહી હતી. નીસા બોલીવુડ ડેબ્યુ કરે છે કે નહી તે તો આવનારો સમય જ બતાવશે. પણ ઉલ્લેખનીય છે કે નીસાનો જાહ્નવી કપૂર અને ખુશી કપૂર સાથે સારો બૉન્ડ છે. 
 
અજય દેવગનની વાત કરીએ તો તેની ફિલ્મ રનવે 34 29 એપ્રિલે રિલીઝ થઈ રહી છે. અજયે આ ફિલ્મનું નિર્માણ અને નિર્દેશન પણ કર્યું છે. ફિલ્મમાં અજય ઉપરાંત અમિતાભ બચ્ચન અને રકુલ પ્રીત સિંહ લીડ રોલમાં છે. આ ફિલ્મમાં અજયે પાયલોટની ભૂમિકા ભજવી હતી. ફિલ્મના ટ્રેલરને સારો પ્રતિસાદ મળ્યો છે અને ચાહકો હવે ફિલ્મને મોટા પડદા પર જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.