શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: નવી દિલ્હી. , શુક્રવાર, 9 ઑગસ્ટ 2024 (13:36 IST)

આઈસક્રીમમાં ભરાયેલો અકાયનો હાથ, Anushka Sharma એ 6 મહિના પછી શેયર કરી પુત્રની પહેલી તસ્વીર

akay kohli
અભિનેત્રી અનુષ્કા શર્મા આ વર્ષે ફેબ્રુઆરીમાં બીજી વાર મા બની હતી. તેણે લંડનમાં પુત્ર અકાયને જન્મ આપ્યો. મા બન્યા પછી અભિનેત્રી પોતાની ફેમીલી સાથે પણ વધુથી વધુ સમય પસાર કરી રહી છે. 
 
થોડા દિવસો પહેલા અભિનેત્રીએ પુત્રી વામિકા સાથે આઈસક્રીમ ડેટ એંજોય કરતી જોવા મળી હતી. તો બીજી બાજુ હવે ગુરૂવારે તેમને પુત્ર અકાય સાથે આઈસક્રીમનો જશ્ન મનાવ્યો. જેની એક ઝલક તેમણે ઈસ્ટાગ્રામ પર શેયર કરી છે. 
 
6 મહિનાનો થયો અકાય 
અભિનેત્રી અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની પુત્રી વામિકા કોહલી અને પુત્ર અકાય કોહલી ઝડપથી મોટા થઈ રહ્યા છે. અભિનેત્રી તાજેતરમાં જ ઈસ્ટાગ્રામ પર પોતાના પુત્રની ઝલક શેયર કરી. આ ફોટોમાં અકાયનો ચેહરો નહી પણ તેના હાથ જોવા મળી રહ્યા છે. 
 
akay kohli
આ સાથે જ તસ્વીરમાં અનેક પ્રકારના આઈસક્રીમ પણ જોવા મળી રહ્યા છે. આ તસ્વીર દેખાવમાં સુંદર લાગી રહી છે અને તેના પરથી નજર હટાવવી મુશ્કેલ લાગી રહી છે. આ ઉપરાંત એક વાડકીમા થોડી કાકડી અને ગાજર પણ દેખાય રહ્યા છે. આ પહેલીવાર છે જ્યારે અનુષ્કાએ સોશિયલ મીડિયા પર અકાયની એક ઝલક શેયર કરી છે.  
 
 ફાધર્સ ડે પર શેયર કરી હતી આ ખાસ તસ્વીર 
આ પહેલા ફાધર્સ ડે પર અનુષ્કાએ પોતાની એક ફોટો શેયર કરી હતી. આ તસ્વીરમાં એક પેપર પર બે પગના નિશાન છે. આ સાથે જ કેપ્શનમાં લખ્યુ હતુ - એક વ્યક્તિ આટલી બધી વસ્તુઓમાં આટલો સારો કેવી રીતે હોઈ શકે છે. આશ્ચર્યજનક.  અમે તમને પ્રેમ કરીએ છીએ વિરાટ કોહલી. 

 
અનુષ્કાની આવનારી ફિલ્મો 
અભિનેત્રીના વર્કફ્રંટની વાત કરીએ તો અનુષ્કા શર્મા જલ્દી જ ફિલ્મ ચકદા એક્સપ્રેસ માં જોવા મળશે. આ ક્રિકેટર ઝૂલન ગોસ્વામીના જીવન પર એક બાયોપિક છે. જો કે ફિલ્મની કોઈ રજુઆત ડેટ હાલ સામે આવી નથી.