બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : બુધવાર, 1 મે 2024 (10:39 IST)

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

anushka sharma
anushka sharma  Instagram
અનુષ્કા શર્મા આજે પોતાનો 36મો જન્મદિવસ ઉજવી રહી છે. અભિનેત્રીએ રબ ને બના દી જોડી, બેન્ડ બાજા બારાત, લેડીઝ વર્સીસ રિકી બહલ અને બીજી ઘણી સુપરહિટ ફિલ્મો કરી છે. આજે અનુષ્કાના જન્મદિવસ પર જાણીએ તેની સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો.
 બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માએ પોતાના અભિનયના દમ પર ફેંસના દિલમાં ખાસ સ્થાન બનાવી લીધુ છે. અનુષ્કાએ પોતાની પહેલી ફિલ્મની શરૂઆત 2008માં રબ ને બના દી જોડી દ્વારા કરી હતી અનુષ્કાએ ઈટલીમાં 11 ડિસેમ્બર 2017ના રોજ ક્રિકેટર વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા. વિરાટ અને અનુષ્કાની મુલાકાત 2013માં એક શેમ્પૂ એડ દરમિયાન થઈ હતી. જ્યારબાદ બંનેની લવ સ્ટોરી શરૂ થઈ. હવે બંનેની એક પુત્રી વામિકા અને પુત્ર અકાય છે. મીડિયા સૂત્રોના જણાવ્યા મુજબ અનુષ્કાની લાઈફ સાથે જોડાયેલ કેટલીક એવી રસપ્રદ વાતો છે જેને તમે પહેલા ક્યારેય સાંભળી નહી હોય. ચાલો જાણીએ અનુષ્કા શર્માની જીંદગી સાથે જોડાયેલ કેટલીક ખાસ વાતો 
-  અનુષ્કા શર્માએ પોતાના કરિયરની શરૂઆત મોડલ તરીકે કરી હતી. 2007માં તે એક સફળ મોડલ બની ગઈ હતી,  તેને ઘણા બ્રાન્ડ્સ મળવા લાગ્યા. મોડલિંગ બાદ અનુષ્કાએ ફિલ્મોમાં હાથ અજમાવ્યો. વર્ષ 2008માં અનુષ્કાએ તેની પહેલી બોલિવૂડ ફિલ્મ 'રબ ને બના દી જોડી' શાહરૂખ ખાન સાથે કરી હતી. જોકે અનુષ્કા પત્રકાર બનવા માંગતી હતી. 
- મોડલિંગમાં બ્રેક મેળવવા માટે અનુષ્કાએ વધારે મહેનત નહોતી કરવી પડી. તે બેંગ્લોરના એક મોલમાં ખરીદી કરી રહી હતી. આ દરમિયાન, જાણીતા ફેશન ડિઝાઇનર વેન્ડેલ રોડિક્સની નજર તેના પર પડી.  રૉડિક્સને અનુષ્કા પહેલી નજરમાં એટલી ગમી ગઈ હતી કે તેણે અભિનેત્રીને લૅક્મે ફૅશન વીકમાં રેમ્પ વૉક કરવાની તક આપી.
 
- ફિલ્મ રબ ને બના દી જોડી દ્વારા બોલીવુડમાં ડેબ્યુ કરનારે અનુષ્કા ફિલ્મ એનએચ 10 દ્વારા નિર્માતા પણ બની ચુકી છે. 
-  અનુષ્કા શર્મા 18 વર્ષની ઉંમરે જ મુંબઈ શિફ્ટ થઈ ગઈ હતી. શાહિદ કપૂર અને કરીના કપૂર ખાનની ફિલ્મ 'જબ વી મેટ'માં ગીતનું પાત્ર જોઈને અનુષ્કાને વિશ્વાસ થયો કે તે પણ બોલિવૂડમાં કામ કરી શકે છે.
-  અનુષ્કા શર્માનું જીવન ખૂબ જ ફિલ્મી રહ્યું છે. 'હમ આપકે હૈ કૌન' ફિલ્મ જોયા બાદ અનુષ્કાએ તેના કૂતરાનું નામ ટફી રાખ્યું. જ્યારે તેના પપીનું મૃત્યુ થયું ત્યારે અનુષ્કા 10 દિવસ સુધી સૂઈ રહી હતી.
 
- ફિલ્મ 'બોમ્બે વેલ્વેટ' દરમિયાન રણબીર કપૂરે તેને એટલી પરેશાન કરી હતી કે અનુષ્કા શર્મા રડી પડી હતી. પાછળથી બંને ખૂબ સારા મિત્રો બની ગયા.