અમૂલે ઋષિ કપૂરને આપી શ્રદ્ધંજલિ, આલિયા ભટ્ટનુ આવ્યુ રિએક્શન

Last Modified શનિવાર, 2 મે 2020 (11:18 IST)
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરનું 30 એપ્રિલના રોજ અવસાન થયું હતું. તે દરેકના ફેવરેટ સ્ટાર હતા.
તેથી દરેકને તેમના આ રીતે વિદાય થઈ જવાથી દુ:ખ થયુ છે. . ફિલ્મ ઉદ્યોગ ઉપરાંત અન્ય ક્ષેત્રના દિગ્ગજોએ પણ તેમને શ્રદ્ધાંજલિ આપી છે. તે જ રીતે
હવે દૂધના ઉત્પાદનના નિર્માતા અમૂલે અલગ જ રીતે ઋષિ કપૂરને શ્રદ્ધાંજલિ આપી છે, જેના પર આલિયા ભટ્ટની પ્રતિક્રિયા આવી છે.

અમૂલના આ સ્કેચમાં ઋષિ કપૂર તેમની ફિલ્મોના જુદા જુદા પાત્રોમાં જોવા મળે છે. તેમાં અમર અકબર એન્થોની, સરગમ, મેરા નામ જોકર અને બોબી જેવી ફિલ્મ્સનો સમાવેશ છે. કેપ્શનમાં લખ્યું છે, આપ કિસી સે કમ નહી. આલિયાને તે ગમ્યું અને તરત જ તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યું. આ સાથે તેણે કેપ્શનમાં હાર્ટ ઇમોજી પણ બનાવ્યો છે.
SS of Amul Instagram
SS of Amul Instagram
ઉલ્લેખનીય છે કે
ઋષિ કપૂરની અંતિમ વિધિ દરમિયાન રણબીર અને તેની માતા નીતુ કપૂર સાથે આલિયા પણ હાજર હતી. તેમના અંતિમ સંસ્કાર મુંબઇના ચંદનવાડી સ્મશાન ઘાટ ખાતે કરવામાં આવ્યા હતા. આલિયાએ ઋષિ કપૂરને લઈને ઇન્સ્ટાગ્રામ પર એક ભાવનાત્મક સંદેશ પણ શેર કર્યો હતો.
તેણે લખ્યું, 'હું શું કહી શકું આ સુંદર માણસ વિશે, જે મારા જીવનમાં આટલો પ્રેમ અને અચ્છાઈ લાવ્યા.'

તેમણે આગળ લખ્યું, 'આજે દરેક ઋષિ કપૂરના લીજેંડ
હોવાની વાત કરે છે અને મેં છેલ્લાં બે વર્ષમાં એક મિત્ર, ચાઇનીઝ ફૂડ લવર, સિનેમા લવર, એક ફાઇટર, એક લીડર, એક સુંદર સ્ટોરીટેલર, એક અતિ ઉત્સાહી ટ્વિટર યૂઝર અને એક પિતાના રૂપમાં જાણ્યા છે.આ પણ વાંચો :