શુક્રવાર, 7 ઑક્ટોબર 2022
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified ગુરુવાર, 30 એપ્રિલ 2020 (09:55 IST)

જાણીતા બોલીવુડ અભિનેતા ઋષિ કપૂરનુ નિધન

. બોલીવુડના જાણીતા અભિનેતા ઋષિ કપૂરનુ ગુરૂવારે મુંબઈની એક હોસ્પિટલમાં નિધન થઈ ગયુ  તેઓ 67 વર્ષના હતા. 
 
ઋષિ કપૂરને બુધવારે સ્વાસ્થ્ય ખરાબ થવાને કારણે એચ એન રિલાયંસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ અમેરિકામાં કેંસરની સારવાર કરાવીને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ભારત પરત આવ્યા હતા. 
 
અમિતાભ બચ્ચને ટ્વીટ કરીને ઋષિના નિધનના દુ:ખદ સમાચાર આપ્યા. તેમણે જણાવ્યુ કે થોડા સમય પહેલા ઋષિનું નિધન થયુ.