બોલીવુડ અભિનેતા ઈરફાન ખાનનુ નિધન
બોલીવુડ અભિનેતા ઈરફાન ખાનનુ નિધન બુધવારે થઈ ગયુ. અભિનેતા ઈરફાન ખાનને મંગળવારે પેટનુ સંક્રમણ થયા પછી શહેરના એક હોસ્પિટલ માં આઈસીયૂમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના પ્રવક્તાએ મંગળવારે આ માહિતી આપતા જણાવ્યુ હતુ કે 53 વર્ષીય અભિનેતાને કોકિલાબેન ઘીરુભાઈ અંબાની હોસ્પિટલમાં દાખલ કરવમાં આવ્યા હતા. ખાનની 2018માં કેંસરની બીમારીની સારવાર થઈ હતી.
ખાનની 95 વર્ષીય માતા સઈદા બેગમનુ જયપુરમાં અવસાન થયુ હતુ. પણ લોકડાઉન અને તબિયત ખરાબ થવાને કારણે ઈરફાન તેમના અંતિમ સંસ્કારમાં જઈ શક્યા નહોતા. તેમણે જયપુરમાં ફેમિલી સાથે વીડિયો કોલ પર વાત કરી હતી.
ઈરફાન ખાનાની ખાસ ફિલ્મો અને સન્માન
ઇરફાને 'મકબુલ', 'લાઇફ ઇન એ મેટ્રો', 'ધ લંચ બોક્સ', 'પીકુ', 'તલવાર' અને 'હિન્દી મીડિયમ' જેવી તેજસ્વી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમને 'હાસિલ' (નેગેટિવ રોલ), 'લાઇફ ઇન એ મેટ્રો' (બેસ્ટ એક્ટર), 'પાન સિંહ તોમર' (બેસ્ટ એક્ટર ક્રિટિક) અને 'હિન્દી મીડિયમ' (બેસ્ટ એક્ટર) માટે ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. તેમને 'પાનસિંહ તોમર' માટે રાષ્ટ્રીય એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેમને કલાના ક્ષેત્રમાં દેશનો ચોથો સર્વોચ્ચ સન્માન પદ્મશ્રી પણ મળી ચુક્યો છે.