શનિવાર, 14 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : ગુરુવાર, 27 જુલાઈ 2023 (12:22 IST)

મહિલાઓના અંડરગારમેંટ્સને લઈને Amitabh Bachchan નુ 13 વર્ષ જુનુ ટ્વીટ વાયરલ, લોકો બોલ્યા - આ તમને શોભતુ નથી

- વર્ષ 2010માં અમિતાભ બચ્ચને ટ્વિટર પર મહિલાઓની બ્રા અને પૈંટીને લઈને કેટલાક સવાલ કર્યા હતા 
- સોશિયલ મીડિયા પર ફરીથી વાયરલ થયેલ બિગ બીનુ 13 વર્ષ જુનુ ટ્વીટ લોકો વાંચીને છે હેરાન 
- ફેંસે કર્યો અમિતાભનો સપોર્ટ, પણ મોટાભાગના લોકોએ કહ્યુ - આ તમને શોભતુ નથી 

 
Amitabh Bachchan Old viral tweet - સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને લઈને દિવાનગી ત્યારે પણ હતી અને આજે પણ છે. આજે 80 વર્ષની વયે પણ અમિતાભ એક્ટિવ છે.  તાજેતરમાં જ તેમણે 'કોન બનેગા કરોડપતિ 15' નુ શૂટિંગ શરૂ કર્યુ છે. પ્રભાસ અને દીપિકા પાદુકોણ સાથે તેમની 'કલ્કિ 2898 AD' પણ  રજુ થવાની તૈયારીમાં છે. પણ આ વચ્ચે જ સોશિયલ મીડિયા પર અમિતાભ બચ્ચનનુ એક 13 વર્ષ જુનુ ટ્વીટ વાયરલ થઈ રહ્યુ છે.  જેમા તેમણે મહિલાઓના અંડરગારમેંટ્સને લઈને એક સવાલ પુછ્યુ છે. લોકો હેરાન છે કે છેવટે બિગ બીને સોશિયલ મીડિયા પર આવા સવાલની જરૂર કેમ પડી. 

યુઝર્સે બોલ્યા - અમિતાભ બચ્ચનને આ શોભા નથી આપતુ 
13 વર્ષનું આ ટ્વીટ વાયરલ થતાં જ લોકો નવાઈ પામી ગયા છે કે એવુ તે શુ થઈ ગયુ કે કે અમિતાભને આવો સવાલ પૂછવાની જરૂર પડી. ટ્વીટને રીટ્વીટ કરતા એક યુઝરે લખ્યું, 'અમિતજી, આ તમારો કેવો વ્યવ્હાર છે ?' બીજાએ લખ્યું, 'આફ્ટર ઓલ તમને આ સૌથી મહત્વનો પ્રશ્ન લાગ્યો?' ત્રીજા યૂઝરે લખ્યું, 'તમારા જેવા પ્રતિષ્ઠિત વ્યક્તિને આવા પ્રશ્નો પૂછવા શોભતુ નથી, તમારે આ માટે માફી માંગવી જોઈએ.'
 
ફેન્સે બિગ બીનું સમર્થન કરતા કહ્યું- આ તો વ્યાકરણ છે 
આ ટ્વીટને લઈને સોશિયલ મીડિયા પર કેટલાક લોકો અમિતાભ બચ્ચનની મજાક પણ ઉડાવી રહ્યા છે. જોકે, ઘણા ફેંસએ બિગ બીને પણ સમર્થન આપ્યું છે. આ ફેંસ કહે છે કે પ્રશ્ન અંગ્રેજી વ્યાકરણનો છે, તેમ છતાં તેઓએ ઉદાહરણમાં આવી વસ્તુઓનો ઉપયોગ કર્યો છે, પરંતુ તેઓ વાત વ્યાજબી પૂછી રહ્યા છે. 

આગળ આ ફિલ્મોમાં જોવા મળશે અમિતાભ 
બીજી બાજુ વર્કફ્રેંટની વાત કરીએ તો અમિતાભ આ પહેલા ઊંચાઈ અને ગુડબાય ફિલ્મમા જોવા મળ્યા હતા. આગળ  તેમના ભાગમાં ટાઈગર શ્રોફ સાથે ગણપત, પ્રભાસ અને દીપિકા સાથે 'કલ્કિ 2898 AD' અને ધ ઈંટર્નની રીમેક ફિલ્મ પણ છે.  અગાઉ સિનેમાની દુનિયામાં સિંગલ સ્ક્રીંસનો ધીરે ધીરે ખતમ થઈ રહેલા પ્રભાવ અને તેને કારણે ટેકનિશિયંસની ઘટતી નોકરી પર ચિંતા જાહેર કરી.  અમિતાભે કહ્યું, “ઘણા પ્રોજેક્શનિસ્ટોએ તેમની નોકરી ગુમાવી દીધી છે અને ભારતીય સિનેમાના ઇતિહાસમાં તેમના યોગદાનને ઓળખવું મહત્વપૂર્ણ છે. પ્રોજેક્ટરની દુનિયા, ડાર્ક રૂમ થિયેટરમાં પ્રકાશનો કિરણ અને મોટી સ્ક્રીન પર છબીઓનો ઝબકારો. આ મારા માટે સિનેમા હતું.