ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 29 માર્ચ 2023 (12:41 IST)

અમિતાભ બચ્ચને કેમરામાં કેદ કર્યો અંતરિક્ષનો અદ્દભૂત નજારો, સીધી રેખામાં જોવા મળ્યા 5 ગ્રહ, VIDEO વાયરલ

amitabh
Amitabh Bachchan captured amazing video: બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને પોતાની ફિલ્મો સાથે સાહિત્ય અને રાજનીતિના જ્ઞાનને લઈને પણ ચર્ચામાં રહે છે.  પરંતુ શું તમે જાણો છો કે બિગ બી  સ્પેસને લઈને પણ એટલા જ ક્યુરિયસ છે. બિગ બીએ આજે ​​મોડી રાત્રે આકાશમાં પાંચ ગ્રહોની અજબ ગજબ ચાલનો દુર્લભ નજારો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.

 
એક લાઈનમાં જોવા મળ્યા 5 ગ્રહો
 
આ વીડિયોમાં બુધ, શુક્ર, મંગળ, ગુરુ અને યુરેનસ બધા એક સીધી લાઈનમાં છે. આ વીડિયોએ ઘણા ઈન્ટરનેટ યુઝર્સને ચોંકાવી દીધા છે. તેને ઇન્સ્ટાગ્રામ પર શેર કરતાં અમિતાભ બચ્ચને લખ્યું, "કેટલું સુંદર દૃશ્ય છે... આજે 5 ગ્રહો એકસાથે છે... સુંદર અને દુર્લભ... આશા છે કે તમે પણ જોશો." બચ્ચન 45 સેકન્ડની ક્લિપમાં ચંદ્રનો સુંદર નજારો પણ બતાવે છે.