રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: વારાણસી. , સોમવાર, 27 માર્ચ 2023 (09:24 IST)

હોટલનાં રૂમમાંથી મળી અભિનેત્રીની લાશ, ભોજપુરી અભિનેત્રી આકાંક્ષા દુબેનો અંતિમ Video Viral

akansha dubey
ભોજપુરી અભિનેત્રી આકાંક્ષા દુબેએ બનારસની એક હોટલમાં આત્મહત્યા કરી લીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે આકાંક્ષા દુબેએ સારનાથ પોલીસ સ્ટેશન વિસ્તારની સોમેન્દ્ર હોટલમાં ફાંસી લગાવીને પોતાનો જીવ લીધો હતો.
 
આકાંક્ષા ભદોહી જિલ્લાના ચૌરી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના પારસીપુરની રહેવાસી હતી. આકાંક્ષાએ 'વીરોં કે વીર' અને 'કસમ બદના વાલે કી 2' નામની ફિલ્મોમાં કામ કર્યું હતું. ભોજપુરી સુપરસ્ટાર પવન સિંહ સાથેનું તેનું નવું ગીત આજે રિલીઝ થયું છે. આ ગીતનું નામ છે 'આરા કભી હરા નહીં'. આકાંક્ષાના મોત બાદ ભોજપુરી ઈન્ડસ્ટ્રીમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.