શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : સોમવાર, 13 માર્ચ 2023 (09:32 IST)

Oscars 2023 Live Updates: આ વર્ષે કયા રોલ અને કઈ ફિલ્મને મળ્યો ઓસ્કર એવોર્ડ, જાણો વિજેતાઓનું લિસ્ટ

oscar 2023
Oscars 2023 Live Updates: Academy of Motion Picture Arts and Sciences આ વર્ષે 12 માર્ચનાં રોજ  ઓસ્કર એવોર્ડ્સનાં  95માં સંસ્કરણની જાહેરાત શરૂ થઈ ગઈ છે, ભારતીય સિનેમાની ફિલ્મો અને ગીતો પણ ઓસ્કર એવોર્ડની યાદીમાં સામેલ છે. ઓસ્કાર એવોર્ડ એ વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કારોમાંનો એક છે અને હિટ ભારતીય ફિલ્મ 'RRR' તેના પ્રથમ એકેડેમી એવોર્ડ માટે તૈયાર છે. ફિલ્મનાં  'નાટૂ નાટૂ'  ગીત એ તાજેતરમાં જ ક્રિટીક્સ ચોઈસ એવોર્ડ અને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ જીત્યો હતો અને હવે ઓસ્કાર માટે નોમિનેટ થયો છે. 'ધ એલિફન્ટ વ્હીસ્પર્સ'ને બેસ્ટ ઈન્ડિયન શોર્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે.
 
ઓસ્કર એવોર્ડમાં સામેલ ફિલ્મો 'ટેલ ઈટ લાઈક અ વુમન'  'અપલોઝ', 'ટોપ ગન: મેવેરિક',  'હોલ્ડ માય હેન્ડ', 'બ્લેક પેન્થર: વાકાંડા ફોરએવર'માંથી 'લિફ્ટ મી અપ' અને 'ધીસ ઈઝ લાઈફ'નો સમાવેશ થાય છે, એટલું જ નહીં 'એવરીથિંગ, એવરીવ્હેર ઓલ એટ વન્સ' પર ફકત  'નાટૂ નાટૂ', જ નહી બે ભારતીય ડોક્યુમેન્ટ્રીએ  પણ ઓસ્કાર 2023માં સ્થાન બનાવ્યું છે - શૌનક સેનની 'ઓલ ધેટ બ્રેથ્સ' અને કાર્તિકી ગોન્સાલ્વિસ' 'ધ એલિફન્ટ વ્હીસ્પર્સ'.
 
બેસ્ટ ડોક્યુમેંટ ફીચર ફિલ્મ એવોર્ડ-
 
ઓસ્ક ર 2023માં સર્વશ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી ફીચર ફિલ્મનો એવોર્ડ 'નવલની' એ જીત્યો અને ભારતીય ડોક્યુમેન્ટરી 'ઓલ ધેટ બ્રેથ્સ' એવોર્ડ જીતવામાં નિષ્ફળ રહી.
 
સર્વશ્રેષ્ઠ લાઈવ એક્શન શોર્ટ ફિલ્મ એવોર્ડ-
'એન આઇરિશ ગુડબાય' એ સર્વશ્રેષ્ઠ લાઇવ એક્શન શોર્ટ ફિલ્મ માટે ઓસ્કર 2023 જીત્યો. તે ઉત્તરી આયર્લૅન્ડના એક ગ્રામીણ ફાર્મ પર સેટ છે અને બે છૂટાછવાયા ભાઈઓની વાર્તાને અનુસરે છે.
 
બેસ્ટ સહાયક અભિનેત્રીનો એવોર્ડ -
જેમી લી કર્ટિસને ફિલ્મ 'એવરીથિંગ એવરીવ્હેર ઓલ એટ વન્સ' માટે બેસ્ટ સહાયક અભિનેત્રીનો પ્રથમ ઓસ્કાર મળ્યો.
 
બેસ્ટ  સહાયક અભિનેતાનો એવોર્ડ -
કે હુએ ક્વાનને ફિલ્મ 'એવરીવેયર એવરીવેયર ઓલ એટ વન્સ'માં પોતાની પુનરાગમનની ભૂમિકા માટે સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોર્ડ મળ્યો.
 
શ્રેષ્ઠ એનિમેટેડ ફીચર ફિલ્મ એવોર્ડ
પ્રથમ ઓસ્કાર એવોર્ડ એનિમેટેડ ફીચર માટે ફિલ્મ 'પિન્નોચિઓ' એ  જીત્યો.
 
જીમી કિમેલનું કમબેક 
ટીવી શો હોસ્ટ જીમી કિમેલ ઓસ્કર 2023 હોસ્ટ કરવા માટે પરત આવ્યા છે. બે વર્ષ હોસ્ટ વગર રહ્યા પછી, મેગા ઇવેન્ટમા તેમની પરંપરાગત રીતે પરત આવ્યા છે. 
 
બેસ્ટ હેર એન્ડ મેકઅપ એવોર્ડ -
બેસ્ટ હેર અને મેકઅપ માટેનો 95મો એકેડેમી એવોર્ડ 'ધ વ્હેલ'ને મળે છે.
 
બેસ્ટ  સિનેમેટોગ્રાફી એવોર્ડ -
જેમ્સ ફ્રેન્ડે 'ઓલ ક્વાયટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટ' પર તેના અવિશ્વસનીય કાર્ય માટે સર્વશ્રેષ્ઠ સિનેમેટોગ્રાફીનો ઓસ્કાર મેળવ્યો.
 
બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇન એવોર્ડ -
રૂથ ઇ. કાર્ટર એ એકવાર ફરી એકવાર ઇતિહાસ રચ્યો,  ઓસ્કાર 2023માં બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇન માટે બીજી વખત ઓસ્કાર એવોર્ડ જીત્યો.
 
'નાટૂ નાટૂ' એ ઓસ્કર 2023ના મંચ પર કર્યું પરફોર્મ 
દીપિકા પાદુકોણે ઓસ્કાર 2023ના મંચ પર આરઆરઆરના 'નાટૂ નાટૂ' નો પરિચય આપ્યો,  ઓસ્કર 2023ના મંચ પર આ ગીતના પ્રદર્શને એનર્જી અને જીવંતતા લાવી દીધી. 
 
બેસ્ટ આંતરરાષ્ટ્રીય ફિલ્મનો  પુરસ્કાર
 બેસ્ટ ઇન્ટરનેશનલ ફિલ્મનો ઓસ્કાર 'ઓલ ક્વાયટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટ'ને મળ્યો.
 
બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ માટે એવોર્ડ
ભારતની 'ધ એલિફન્ટ વ્હીસ્પર્સ'ને બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મનો ઓસ્કાર મળ્યો.
 
સર્વશ્રેષ્ઠ એનિમેટેડ શોર્ટ ફિલ્મ એવોર્ડ -
સર્વશ્રેષ્ઠ એનિમેટેડ શોર્ટ ફિલ્મ માટેનો ઓસ્કાર... 'ધ બોય, ધ મોલ, ધ ફોક્સ એન્ડ ધ હોર્સ ને મળ્યો. 
 
સર્વશ્રેષ્ઠ સંગીત ઓરીજીનલ પુરસ્કાર -
"ઓલ ક્વાયટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટ" ના વોલ્કર બર્ટેલમેનને સર્વશ્રેષ્ઠ ઓરિજિનલ સ્કોર માટે 95મો એકેડેમી એવોર્ડ મળ્યો.
 
RRR એ રચ્યો ઈતિહાસ 
ફિલ્મ 'RRR'ના ગીત 'નાટૂ નાટૂ'એ ઈતિહાસ રચી દીધો છે. આ ગીતે 95માં એકેડેમી એવોર્ડ્સમાં બેસ્ટ ઓરિજિનલ સોંગનો એવોર્ડ મેળવ્યો.