ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated :નવી દિલ્હીઃ , ગુરુવાર, 9 માર્ચ 2023 (08:18 IST)

Satish Kaushik નાં નિધનથી ઇન્ડસ્ટ્રી આઘાતમાં, કંગના રનૌત સહિત આ સ્ટાર્સે આપી શ્રદ્ધાંજલિ

બોલીવુડ  અભિનેતા અને ડિરેક્ટર સતીશ કૌશિકનું નિધન થયું છે. 66 વર્ષની વયે દિગ્ગજ અભિનેતા સતીશ કૌશિકનું હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. હાર્ટ એટેકનો હુમલો થતા હોસ્પિટલ લઈ જવા દરમિયાન રસ્તામાં તેમનું મૃત્યુ થયું હતું. અભિનેતા અને સતીશના નજીકના મિત્ર અનુપમ ખેરે બંને કલાકારોની તસવીર સાથે દુઃખદ સમાચારની ચોખવટ કરી. આ સમાચાર સામે આવ્યા બાદ બોલિવુડમાં શોકની લહેર છે અને ઘણા સેલેબ્સે દિવંગત અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

શું બોલ્યા અનુપમ ખેર 
 
અનુપમ ખેર અને સતીશ કૌશિકની મિત્રતા વર્ષો જૂની છે. બંનેએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું અને દરેક સુખ-દુઃખમાં એકબીજાની સાથે ઉભા જોવા મળ્યા હતા. આ દુઃખદ સમાચાર શેર કરતા અનુપમે બંનેની તસવીર શેર કરી અને લખ્યું, "હું જાણું છું કે "મૃત્યુ જ આ દુનિયાનું છેલ્લું સત્ય છે" પણ મેં સપનામાં ક્યારેય વિચાર્યું નહોતું કે હું જીવતો હોઉં ત્યારે મારા પરમ મિત્ર #SatishKaushik વિશે આવી વાત લખીશ. 45 વર્ષની મિત્રતા પર આવો અચાનક પૂર્ણવિરામ !!  Life will NEVER be the same without you SATISH! ઓમ શાંતિ "

કંગના રનૌત  થઈ ગઈ ભાવુક
 
કંગના રનૌતે પણ તેના ટ્વિટર હેન્ડલ પર અભિનેતાને શ્રદ્ધાંજલિ આપતા લખ્યું, "આ ભયંકર સમાચારથી જાગી, તે મારા સૌથી મોટા ચીયરલીડર હતા, ખૂબ જ સફળ અભિનેતા અને દિગ્દર્શક હતા.  #SatishKaushik જી  વ્યક્તિગત રૂપે  ખૂબ જ દયાળુ અને સાચા વ્યક્તિ હતા, મને ઈમરજન્સીમાં તેમનું માર્ગદર્શન કરવું ગમતુ હતુ... તેમની ખોટ હંમેશા રહેશે, ઓમ શાંતિ."


મધુર ભંડારકરે આપી શ્રદ્ધાંજલિ   
 
 મધુર ભંડારકરે  આ સમાચારને શેર કરતા તેમને સૌથી વધુ મહેનતુ ગણાવ્યા, તેમણે લખ્યું, “હંમેશા જીવંત, ઉત્સાહી અને જીવનથી ભરેલા અભિનેતા-નિર્દેશક સતીશ કૌશિક જીના નિધન વિશે સાંભળીને મને ખૂબ જ આઘાત લાગ્યો છે, તેમને ફિલ્મી સમુદાય અને લાખો ફેન્સ દ્વારા ખૂબ જ યાદ કરાશે, તેમના પરિવારના સભ્યો પ્રત્યે મારી ઊંડી સંવેદના. #omshanti @satishkaushik2."

અનિરુદ્ધ દવેની પોસ્ટ
 
અભિનેતા અનિરુદ્ધ દવેએ લખ્યું, "આજે મારા મેંટર,  મુંબઈનાં મારા સપોર્ટ સિસ્ટમ જતા રહ્યા.. મારા એકમાત્ર પ્રેમાળ, પિતા સમાન સતીશ કૌશિક હું તમને હંમેશા યાદ કરીશ. ઓમ શાંતિ #satishkaushik સર RIP."