ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 13 માર્ચ 2023 (08:42 IST)

Oscars 2023: હોલીવુડમાં લહેરાયો ત્રિરંગો, RRR ના નાટુ-નાટુ' એ ઓસ્કર એવોર્ડ જીત્યો

natu natu
ઓસ્કર 2023: ભારતે રચ્યો ઈતિહાસ, નાટુ-નાટુએ ઓસ્કાર એવોર્ડ જીત્યો
ભારતને બીજો ઓસ્કાર એવોર્ડ મળ્યો છે. ભારતીય ફિલ્મ RRR ના ગીત નટુ-નટુને ઓસ્કાર એવોર્ડ મળ્યો છે. આ દેશ માટે ગર્વની ક્ષણ છે. RRRના ગીત નટુ નટુએ બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં જીત મેળવી છે.
 
લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં ઓસ્કાર એવોર્ડ સમારોહ શરૂ થઈ ગયો છે. દીપિકા પાદુકોણે સ્ટેજ પર 'નાટુ-નાટુ' રજૂ કરી
દીપિકા પાદુકોણે ઓસ્કારના સ્ટેજ પર જઈને સ્ટેજ પર નટુ-નટુ ટીમનો પરિચય કરાવ્યો હતો. આ દરમિયાન દીપિકાએ હોલીવુડને નટુનો અર્થ પણ કહ્યો હતો. ઓસ્કારમાં RRRનું નામ આવતાની સાથે જ લોકોએ તાળીઓ પાડવાનું શરૂ કરી દીધું હતું. તમને જણાવી દઈએ કે, દીપિકા ઓસ્કાર એવોર્ડ આપવા જઈ રહી છે.