રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated :ભોપાલ , મંગળવાર, 28 માર્ચ 2023 (00:15 IST)

બોલીવુડ અભિનેત્રી તાપસી પન્નુ સામે ધાર્મિક લાગણી દુભાવવાના આરોપમાં નોંધાઈ ફરિયાદ, જાણો શું છે મામલો

tapsi pannu
બોલીવૂડ અભિનેત્રી તાપસી પન્નુ વિરુદ્ધ ઈન્દોરમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમના પર ધાર્મિક લાગણીઓ અને સનાતન ધર્મની છબીને ઠેસ પહોંચાડવાનો આરોપ છે. આરોપીએ ફરિયાદ નોંધાવી છે કે તાપસીએ રેમ્પ વોક દરમિયાન લક્ષ્મીજીનું લોકેટ પહેર્યું હતું અને આ દરમિયાન તેણે રિવિલિંગ ડ્રેસ પણ પહેર્યો હતો. તેનાથી લોકો અને સનાતન ધર્મની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Taapsee Pannu (@taapsee)


 
 
આ મામલામાં છત્રીપુરા પોલીસ સ્ટેશનના એસએચઓ કપિલ શર્માનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું, 'એકલવ્ય ગૌર દ્વારા એક અરજી મળી છે, જેમાં લખવામાં આવ્યું છે કે અભિનેત્રી તાપસી પન્નુએ ફેશન શોમાં રેમ્પવોક કરતી વખતે લક્ષ્મીજીનું લોકેટ પહેર્યું હતું  અને તે દરમિયાન તેણે રિવિલિંગ ડ્રેસ પહેર્યો હતો. અરજદારનું કહેવું છે કે તે લોકેટ સાથે દેખાતો ડ્રેસ પહેરવાથી તેની ધાર્મિક લાગણીઓ અને સનાતન ધર્મની છબીને ઠેસ પહોંચી છે. આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે.