ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 23 માર્ચ 2023 (13:19 IST)

સોનુ નિગમના પિતાના ઘરેથી 72 લાખની ચોરી, પૂર્વ ડ્રાઈવર પર શંકા

બૉલીવુડના પ્રખ્યાત સિંગર સોનૂ નિગમના ઘરથી ખરાબ સમાચાર સામે આવ્યા છે. હકીકતમાં સિંગરના પિતા અગમ કુમાર નિગમના ઘરે ચોરીનો મામલો સામે આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે તેમના ઘરમાંથી 72 લાખ રૂપિયાની ચોરી થઈ છે. આ કેસમાં તેના પૂર્વ ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે.
 
 
સોનુ નિગમના પિતાના ઘરેથી 72 લાખની ચોરી
જણાવીએ કે એક અધિકારીએ જણાવ્યુ કે સોનૂ નિગમના પિતા જેમની ઉમ્ર76 વર્ષ છે પૂર્વ ડ્રાઈવર પર તેમના ઘરથી 72 લાખ રૂપિયા ચોરી કરવાના મામલો નોંધાયો છે. 
 
તેની ફરિયાદ સોનૂની બેન નિકિતાએ પોલીસમાં કરાવી છે. ફરીયાદ મુજબ આશરે 8 મહીનાથી રેહાન નામનુ એક ડ્રાઈવર હતો પણ તેનો કામ સારુ ન હતો. આ કારણોસર તેને તાજેતરમાં જ કામ પરથી હટાવી દેવામાં આવ્યો હતો. સીસીટીવી ફૂટેજની તપાસ કરી, જેમાં પૂર્વ ડ્રાઈવર રેહાન બંને દિવસે બેગ લઈને ફ્લેટ તરફ જતો જોવા મળે છે. નિકિતાની ફરિયાદ પર, ઓશિવરા પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 380, 454 અને 457 હેઠળ ચોરી અને ઘરમાં ઘુસણખોરીનો કેસ નોંધ્યો છે