1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : સોમવાર, 20 માર્ચ 2023 (14:36 IST)

કોહલીની બાયોપિક કરશે રામચરણ- કહ્યું- જો મને તક મળશે તો હું ચોક્કસ તેનું પાત્ર ભજવીશ, હું તેના જેવો દેખાઉં છું

કોહલીની બાયોપિક કરશે રામચરણ- ફિલ્મ RRRના ગીત નાટૂ-નાટૂએ ઑસ્ક્ર 2023માં બેસ્ટ ઓરિજનલ સોંગ અવાર્ડ જીત્યો છે. આ જીત પછીથી જ રામચરણને ગ્લોબલ આઈકનના રૂપમાં જોવાય છે. તાજેતરમાં તેણ ઘણા ખુલાસા કર્યા છે. તેણે કહ્યુ છે કે તે એક સ્પોર્ટસ પર બેસ્ટ ફિલ્મ કરવા ઈચ્છે છે. જો તેણે વિરાટ કોહલીની બાયોપિક કરવાના અવસર મળશે તો તે જરૂર કરશે. 
 
ઈંડિયા ટુડે કાંક્લેવમાં રામચરણથી પૂછાયુ કે તે આવનારા દિવસોમાં કેવી ફિલ્મ કરવા ઈચ્છે છે. આ સવાલના જવાબ આપતા તેણે કહ્યુ કે તે એક સ્પોર્ટસથી સંકળાયેલી ફિલ્મ કરવા ઈચ્છે છે. તેના આ જવાબ પર રિપોર્ટરએ પૂછ્યુ કે તે વિરાટ કોહલીની બાયોપિકમાં કામ કરવા ઈચ્છશે. 
 
તેના પર રામ ચરણએ તરત જ જવાબ આપ્યુ - ચોક્કસ વિરાટ કોહલી એક ઈંસ્પિરેશન છે. જો તેન અવસર મલશે તો જરૂર મે તેમની બાયોપિક કરીશ. હુ તેના જેવો પણ દેખાઉ છું.