1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 12 જાન્યુઆરી 2023 (13:19 IST)

Golden Globe: RRR ની ટીમને શુભેચ્છા આપવી સીએમ જગનને પડી ભારે, અદનાન સામી બોલ્યા - આંતરરાષ્ટ્રીય મંચ પર વિભાજનની નીતિ સારી નથી

Golden Globe
ફિલ્મ RRRને મળેલ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ પર વિવાદ છેડાય ગયો છે. તેને લઈને આંધ્ર પ્રદેશના સીએમ જગન મોહન રેડ્ડી અને સિંગર અદનન સામી સામ-સામે આવી ગયા છે. ઉલ્લેખનીય છે કે એસએસ રાજામૌલીની ફિલ્મ RRRના ગીત નાટૂ-નાટૂને પ્રતિષ્ઠિત ગોલ્ડન ગ્લોબલ એવોર્ડથી સન્માનિત કરવાૢઆં આવ્યા.  સીએમ જગને આ અવસર પર ફિલ્મના નિર્દેશક રાજમૌલીને અભિનંદન આપતાં કહ્યું કે, આ
આંધ્ર પ્રદેશ માટે ગર્વની વાત છે. જેના પર ગાયક અદનાન સામીએ તેમની ઝાટકણી કાઢી અને કહ્યું કે આપણે બધા ભારતીય છીએ અને આમ અલગ નાગરિકતાની લાગણી દેશ માટે સારી નથી.
 
મુખ્યમંત્રી રેડ્ડીએ સોશિયલ મીડિયા પર અભિનંદન પાઠવતા ટ્વીટ કર્યું અને લખ્યું, 'તેલુગુ ધ્વજ ઊંચો ઉડી રહ્યો છે. સમગ્ર આંધ્રપ્રદેશ વતી હું એમ.એમ. કીરાવાણી, એસએસ રાજામૌલી, જુનિયર એનટીઆર, રામ ચરણ તેજા અને આરઆર ફિલ્મની સમગ્ર ટીમને અભિનંદન. અમને તમારા પર ગર્વ છે'.


તો બીજી બાજુ સિંગર સામીને સીએમ જગન શુભેચ્છા સંદેશ આપવો વધુ ગમ્યો નહી. તેમણે મુખ્યમંત્રીના ટ્વીટને રીપોસ્ટ કરતા લખ્યુ, તેલુગુ ઝંડો ?  તમારો મતલભ ભારતીય ધ્વજ સાચુ છે ? આપણે પહેલા ભારતીય છીએ.  તેથી મહેરબાની કરીને દેશના બાકી ભાગમાંથી ખુદને અલગ કરવુ બંધ કરો.  ખાસ કરીને આંતરરાષ્ટ્રીય સ્તર પર, આપણે એક દેશ છીએ.  આ 'અલગતાવાદી' વલણ અત્યંત અનિચ્છનીય છે જેમ આપણે 1947 માં જોયું હતું!!! આભાર… જય હિન્દ!