1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : મંગળવાર, 10 જાન્યુઆરી 2023 (11:57 IST)

Pathaan Trailer: પઠાણ'નો વનવાસ સમાપ્ત, શાહરૂખ ખાને ટ્રેલરમાં ઉમેર્યું એક્શન, રોમાંચ અને સસ્પેન્સ

Pathaan Trailer
શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ પઠાણ ઘણા સમયથી ચર્ચામાં છે. થોડા સમય પહેલા આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. ટીઝરને ચાહકોએ ખૂબ પસંદ કર્યું હતું. આમાં શાહરૂખનો એક્શન અવતાર જોવા મળ્યો.

થોડા દિવસો પછી આ ફિલ્મનું ગીત બેશરમ રંગ રિલીઝ થયું. જે બાદ દીપિકા પાદુકોણની કેસરી બિકીની પર ઘણો હંગામો થયો હતો. હવે શાહરૂખ ખાનની ફેમસ ફિલ્મ પઠાણનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલરમાં શાહરૂખનો જોરદાર એક્શન સીન જોવા મળ્યો છે.
 
ટ્રેલરમાં મશીનગનથી લઈને એરિયલ સ્ટંટ સુધી એક્શનનો ફુલ ડોઝ જોવા મળી રહ્યો છે. આ સાથે શાહરૂખનો એક ડાયલોગ પણ ધ્યાન આકર્ષિત કરી રહ્યો છે, જ્યારે તે કહે છે, "એક સૈનિક એ નથી પૂછતા કે દેશે તેના માટે શું કર્યું છે, તે પૂછે છે કે તે દેશ માટે શું કરી શકે છે."