1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 22 માર્ચ 2023 (15:17 IST)

એક્ટ્રેસની મમ્મી 47 વર્ષે પ્રેગ્નન્ટ- આર્યા પાર્વતીના ઘરે ગુંજી કિલકરી, અભિનેત્રીની 47 વર્ષીય માતાએ પુત્રીને જન્મ આપ્યો, કહ્યું

ARYA PARVATHY
તમને ફિલ્મ બધાઈ હો યાદ છે આ ફિલ્મમાં અધેડ ઉમ્રની નીના ગુપ્તા જ્યારે માતા બને છે તો તેમના પરિવારના જીવનમાં માનો કે ભૂચાલ આવી જાય છે. આવુ જ કઈક મલયાલમ ટીવી એક્ટ્રેસ આર્યા પાર્વતી સાથે રિયલ લાઈફમાં પણ કંઈક આવું જ બન્યું છે, પરંતુ આર્યા તેના જીવનમાં આવેલા આ બદલાવથી ખૂબ જ ખુશ છે. 23 વર્ષની આર્ય પાર્વતીના ઘરે નાની બહેન આવી છે. તેની 47 વર્ષની માતાએ હાલમાં જ એક પુત્રીને જન્મ આપ્યો છે. જોકે, અભિનેત્રીએ પોતે કબૂલાત કરી હતી કે જ્યારે તેને પહેલીવાર તેની 'અમ્મા'ની પ્રેગ્નન્સી વિશે ખબર પડી ત્યારે તે ચોંકી ગઈ હતી.
 
એક્ટ્રેસ આર્યા પાર્વતીને તેમની માતાની પ્રેગ્નેંસીના વિશે જ્યારે ખબર પડી જ્યારે તેમની માતા 7 મહીનાની પ્રગ્નેંટ હતી. તેમના પિતાએ તેમને ફોન કરીને તેની જાણકારી આપી. આર્યાએ હ્યુમન્સ ઓફ બોમ્બેને આપેલા એક ઈન્ટરવ્યુમાં તેણે જણાવ્યું કે તેના પિતાએ તેને ફોન કર્યો અને તેની માતાની પ્રેગ્નન્સી વિશે જણાવ્યું.