શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 24 ડિસેમ્બર 2022 (15:55 IST)

કોરોના મામલે સ્વાસ્થ્યમંત્રી ખખડીને બોલતા નથી, મનસુખ માંડવિયાએ કહ્યું કાર્યક્રમો કરો પણ સતર્ક રહો

mansukh mandviya
વિશ્વમાં કોરોના વાયરસે ફરી હાહાકાર મચાવી દીધો છે. જેને લઈને ભારત સરકાર એલર્ટ થઈ ગઈ છે. સરકારે વિદેશથી ભારતમાં આવનારા પ્રવાસીઓ માટે ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં સરકારે કહ્યું છે કે ચીન, જપાન, સાઉથ કોરિયા, હૉંગ કૉંગ તથા થાઈલેન્ડથી આવતા તમામ મુસાફરોએ RTPCR ટેસ્ટ કરાવવો પડશે. તે ઉપરાંત જો કોરોનાના લક્ષણો દેખાશે તો ક્વોરન્ટીન થવું પડશે.

આ સાથે જ અમદાવાદમાં નેશનલ ઈન્ટિટયૂટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ(NIPER)ના 9મા કોન્વોકેશનમાં આવેલા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ નિવેદન આપતાં કહ્યું હતું કે, કોવિડ મહામારીને ફેલાતી અટકાવવા ભારત સરકાર એલર્ટ છે. લોકોએ ગભરાવાની જરૂર નથી. પરંતુ તેમની કથની અને કરનીમાં ભેદભાવ હોવાથી લોકો પણ મુંઝવણમાં મુકાયા હતાં. તેમણે સરકારી ઉત્સવોને લઈને ગોળગોળ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, કાર્યક્રમો ચલાવો પણ સતર્કતા રાખો.

અમદાવાદમાં યોજાનારા કાંકરિયા કાર્નિવલ અને ફ્લાવર શોને લઈને તેમણે કહ્યું હતું કે, કાર્યક્રમો ચલાવો પણ સતર્ક રહો. દરેક નાગરીક કોવિડ પ્રોટોકોલ નું પાલન કરે. ચોથી વેવ દેશમાં ન આવે તે માટે સતર્કતા રાખવી જરૂરી છે. એક તરફ સરકાર સોશિયલ ડિસ્ટન્સ રાખીને મેળાવડા નહીં કરવાની સુફિયાણી સલાહ આપી રહી છે. તો બીજી બાજુ ખુદ કેન્દ્રીય આરોગ્ય મંત્રી સરકારના ઉત્સવોને લઈને ગોળગોળ જવાબો આપી રહ્યાં છે. અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ અને ફ્લાવર શો યોજાશે કે નહીં તે અંગે તેઓ ખુદ મૂંઝવણમાં જોવા મળ્યા હતાં. ઈન્ડિયન મેડિકલ એસોસિએશને પણ મેળવડા નહીં કરવાની સલાહ આપી છે. માંડવિયાએ કહ્યું હતું કે, લોકોએ માસ્ક પહેરવું જોઈએ અને સરકારે તૈયાર કરેલી ગાઈડલાઈનનું પાલન કરવું જોઈએ. કોરોનાના સંકટને ધ્યાનમાં લઈને વિદેશથી ભારત આવતાં લોકો માટે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. ચીનમાં કોરોના વાયરસના કારણે સર્જાયેલી તબાહીને ધ્યાનમાં રાખીને ભારત પણ એલર્ટ થઈ ગઈ છે.

સરકાર દ્વારા જરૂરી ગાઈડલાઈન  પણ બહાર પાડવામાં આવી છે. તેને અંતર્ગત ભારતમાં આજથી જ આંતરરાષ્ટ્રીય મુસાફરો કેન્દ્ર સરકારે આદેશ કર્યો છે કે ચીન, જાપાન, સાઉથ કોરિયા, હૉંગ કૉંગ તથા થાઈલેન્ડથી આવતાં તમામ મુસાફરોએ  RTPCR ટેસ્ટ કરાવવો પડશે. . આજથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાંથી આવતા તમામ મુસાફરોએ  RTPCR ટેસ્ટ કરવામાં આવશે. અને જો લક્ષણ ધરાવતા હશે તો ક્વોરન્ટાઈન રહેવું પડશે. કોરોનાના વધતા ખતરાને જોતા આજે સવારે 10 વાગ્યાથી આંતરરાષ્ટ્રીય મુસાફરોના   RTPCR ટેસ્ટ શરુ કરી દેવામાં નિર્ણય કરવામાં આવ્યો છે. સરકારની એડવાઈઝરી મુજબ એરપોર્ટ પર આવતા તમામ મુસાફરોને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે. આ સાથે એરપોર્ટમાં પ્રવેશતા, ત્યાં હાજર આરોગ્ય અધિકારીઓ મુસાફરોની થર્મલ સ્ક્રીનીંગ પણ કરશે. તેમજ  જો આરોગ્ય અધિકારીઓને કોઈ યાત્રીમાં કોરોનાના લક્ષણો જોવા મળે છે, તો તેને પ્રોટોકોલ હેઠળ તબીબી સુવિધા આપવામાં આવશે. આરોગ્ય વિભાગે એરપોર્ટ પર આવતા તમામ મુસાફરોને પ્રોટોકોલનું પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે. કોરોના સંકટ વચ્ચે કેન્દ્ર સરકારે એક મહત્વનો નિર્ણય કરી આદેશ કર્યો છે કે હવે ચીન, જપાન, સાઉથ કોરિયા, હૉંગ કૉંગ તથા થાઈલેન્ડથી આવતા તમામ મુસાફરોએ આરટીપીસીઆર ટેસ્ટ કરાવવો પડશે. તેમજ જો લક્ષણ હશે તો ક્વોરન્ટાઈન રહેવું પડશે.ઈન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ (ICMR)ના વૈજ્ઞાનિક કહ્યું કે, 'હાલમાં ભારતમાં કોરોનાનો દૈનિક પોઝિટિવ દર ઓછો છે. આમાં કોઈ ખાસ વધારો જોવા મળી રહ્યો નથી, પરંતુ એવું થઈ શકે છે કે આ વાયરસ પરિવર્તિત થઈ જાય. જો કે આનો અર્થ એ નથી કે આનાથી મૃત્યુદરમાં વધારો થશે, પરંતુ કેસોમાં જરૂરથી વધારો થઇ શકે છે આ કારણથી વૃદ્ધોએ સાવચેત રહેવાની જરૂર છે.