રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: બુધવાર, 29 માર્ચ 2023 (08:07 IST)

ક્રિકેટરે કહ્યું અનુષ્કા શર્મા સાથેની પહેલી મુલાકાતમાં વિરાટ કોહલી નર્વસ હતો

બૉલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીની જોડીને ખૂબ પસંદ કરે છે બન્નેના લગ્નના બંધનમાં બંધીને 5 વર્ષથી વધારે થઈ ગયા ચે. આ કપલ 11 ડિસેમ્બર 2017ને ઈટલીમાં લગ્નના બંધનમાં બંધ્યો હતો. તાજેતરમાં વિરાઅ કોહલીએ અનુષ્કા શર્માથી તેમની પહેલી મુલાકાત વિશે જણાવ્યુ છે. વિરાટએ ખુલાસો કર્યો કે અનુષ્કાથી પહેલી મુલાકાતના દરમિયાન તે ખૂબ નર્વસ અને ગભરાવેલા હતા. 
વિરાટ કોહલીએ સાઉથ અફ્રીકાના ખેલાડી એબી ડિવિલિયર્સની સાથે એક લાઈવ સેશનમાં તેમની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને લઈને ખુલીને વાત કરી. આ દરમિયાન વિરાટએ જણાવ્યુ કે તે અનુષ્કાથી પહેલીવાર 2013માં એક વિજ્ઞાપન શૂટના દરમિયાન મળ્યા હતા. 
 
વિરાટે કહ્યું, મને યાદ છે કે તે વર્ષ 2013 હતું, મને ઝિમ્બાબ્વે પ્રવાસ માટે કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. મારા મેનેજર મારી પાસે આવ્યા અને મને કહ્યું કે હું અનુષ્કા સાથે શૂટ કરવા જવાનું છે. આ સાંભળતા જ હું ખૂબ જ ગભરાઈ ગયો. 'શું મારે તે કરવું છે?' હું ખરેખર નર્વસ હતો.
 
વિરાટે કહ્યું કે અનુષ્કાને મળ્યા પછી તે ડરી ગયો હતો, કારણ કે તે સમયે તે ફેમસ એક્ટ્રેસ હતી. ગભરાટના કારણે, મને સમજાયું નહીં કે કેટલી લાંબી હતી જ્યારે મેં તેણીની હીલ્સ જોઈ, ત્યારે તેને પ્રથમ વસ્તુ કહી કે , 'શું તને પહેરવા માટે કંઈ બીજુ ઊંચું નથી મળ્યુ?' જેના પર અભિનેત્રીએ કંઈક કહ્યું  જવાબ ન આપ્યો અને કહ્યું 'એક્સ્ક્યુઝ મી'?
anushka
ક્રિકેટરે કહ્યું, તે ખૂબ જ ખરાબ હતું, હું ખૂબ જ નર્વસ હતો, પરંતુ પછી મને ખબર પડી કે તે એક સામાન્ય વ્યક્તિ છે અને જ્યારે અમે વાત કરી રહ્યા હતા ત્યારે મને ખબર પડી કે અમારો બેકગ્રાઉંડ સમાન હતો. ત્યાંથી અમે મિત્ર બન્યા અને ધીમે-ધીમે અમે ડેટિંગ કરવા લાગ્યા. જો કે, આ તરત જ બન્યું ન હતું. આ બધી બાબતોમાં સમય લાગ્યો.
 
વિરાટે કહ્યું, એવું નથી કે અમે તરત જ ડેટિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. અમે લાંબા સમય સુધી વાત કરી. મને લાગ્યું કે હું પહેલેથી જ તેને ડેટ કરી રહ્યો છું. અમે થોડા મહિના અમે થોડા સમય માટે સાથે હતા અને મને યાદ છે કે એક દિવસ મેં તેને એક સંદેશ મોકલ્યો. મેં લખ્યું, 'જ્યારે હું સિંગલ હતો, ત્યારે હું આ કે તે કરતો હતો...'
આ સાંભળીને અનુષ્કાએ કહ્યું, 'તમારો શું મતલબ છે કે તમે સિંગલ હતા?' મેં પહેલેથી જ મારું મન બનાવી લીધું હતું કે અમે ડેટિંગ કરી રહ્યા છીએ. આ પણ તે વિચિત્ર હતું.