મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: રવિવાર, 19 માર્ચ 2023 (14:49 IST)

Shweta bachchan- અમિતાભ બચ્ચનની લાડકી શ્વેતાનુ આ એક્ટર પર હતો ક્રશ, સૂતી વખતે સાથે રાખતી હતી આ વસ્તુ

અમિતાભ બચ્ચનની પુત્રી અને અભિષેક બચ્ચનની બહેન શ્વેતા નંદા ચર્ચામાં રહે છે. 17 માર્ચ તે પોતાનો 49મો જન્મદિવસ ઉજવ્યો. શ્વેતાના પરિવારના લગભગ તમામ સભ્યો ફિલ્મી દુનિયાનો હિસ્સો છે, પરંતુ તે તેનાથી દૂર રહી છે. પરંતુ તે ઘણીવાર બોલિવૂડ પાર્ટી અને ઈવેન્ટ્સમાં જોવા મળે છે. પરંતુ શું તમે જાણો છો કે શ્વેતા બચ્ચન બોલિવૂડ સ્ટાર સલમાન ખાન પર ક્રશ હતી. તેણે પોતે કરણ જોહરના શો 'કોફી વિથ કરણ'માં આ વાતનો ખુલાસો કર્યો હતો. 
 
પહેલા સલમાન ખાનના નામનો બાદ કરણે પૂછ્યું કે શું તે તેનો ટીનેજ ક્રશ છે. આ સવાલના જવાબમાં શ્વેતાએ હસતાં-હસતાં કહ્યું, "જ્યારે ફિલ્મ 'મૈંને પ્યાર કિયા' આવી હતી, ત્યારે ફિલ્મમાં સલમાન ખાને પહેરેલી કેપ ખૂબ જ લોકપ્રિય થઈ હતી." શ્વેતા ફિલ્મની રિલીઝ સમયે લંડનમાં હતી અને તેણે ભાઈ અભિષેક સલમાનની ફેમસ 'ફ્રેન્ડ્સ' કેપ મેળવવાનો કહ્યુ હતો. શ્વેતાએ કહ્યું, "હું રાત્રે તે ટોપી સાથે રાખીને સૂતી હતી."