રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 20 નવેમ્બર 2024 (09:41 IST)

AR Rahman Divorce: એઆર રહેમાન લેવા જઈ રહ્યા છે છૂટાછેડા, લગ્નના 29 વર્ષ બાદ પત્ની સાયરાએ તોડી નાખ્યો સંબંધ

AR Rahman Divorce: ઓસ્કાર વિજેતા સંગીતકાર અને ગાયક એઆર રહેમાનના લગ્ન  તૂટી ગયા છે. ગઈકાલે રાત્રે તેની પત્ની સાયરા બાનુએ સોશિયલ મીડિયા પર આ ચોંકાવનારા સમાચાર આપ્યા હતા જેમાં કહેવામાં આવ્યું હતું કે તે તેના 29 વર્ષ જૂના લગ્નજીવનનો અંત લાવી રહી છે. આ સમાચારે ગાયકના ફેંસને ચોંકાવી દીધા છે. તેમના ફેંસ પણ એ હકીકત પચાવી શક્યા નથી કે આટલા વર્ષો સુધી એકબીજા સાથે જીવ્યા પછી આ કપલે અચાનક જ અલગ થવાની જાહેરાત કરી દીધી. ચાલો જાણીએ કોણ છે એઆર રહેમાનની પત્ની સાયરા બાનુ?
 
કોણ છે સાયરા બાનુ?
ગાયિકા સાયરા બાનુ ગુજરાતના કચ્છની રહેવાસી છે. તેમનો જન્મ 20 ડિસેમ્બર 1973ના રોજ થયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સાયરા ઉચ્ચ-મધ્યમ વર્ગના પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેમના જીવનમાં, તેમણે ઘણા સામાજિક અને સેવાકીય કાર્યોમાં ભાગ લીધો છે. પ્રખ્યાત સંગીતકાર એ.આર. રહેમાન સાથે લગ્ન કર્યા બાદ સાયરા બાનુએ પોતાના અંગત જીવનને એકદમ ખાનગી રાખ્યું હતું.