રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 4 નવેમ્બર 2024 (15:18 IST)

મિથુન ચક્રવર્તીની પહેલી પત્ની હેલેના લ્યુકનું નિધન

સુપરસ્ટાર મિથુન ચક્રવર્તીની પત્ની હેલેના લ્યુકે દુનિયાને હંમેશ માટે અલવિદા કહી દીધું છે. તમને જણાવી દઈએ કે હેલેના મિથુનની પહેલી પત્ની હતી. 3 નવેમ્બર, રવિવારે અમેરિકામાં તેમનું અવસાન થયું.

ફેમસ ડાન્સર અને એક્ટ્રેસ કલ્પના અય્યરે આ ઘટનાની જાણકારી સોશિયલ મીડિયા પર શેર કરી છે.
 
છેલ્લા કેટલાક દિવસોથી હેલેનાની તબિયત સારી નહોતી, તેણે રવિવારે સવારે 9:20 વાગ્યે ફેસબુક પર તેની છેલ્લી પોસ્ટ કરી હતી, જેમાં તેણે કહ્યું હતું કે તે અજીબ અનુભવી રહી છે. મિશ્ર લાગણી. ખબર નથી કેમ? હું મૂંઝવણમાં છું...