રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By

HBD અર્જુન કપૂર - ફિલ્મોમાં આવતા પહેલા આવો દેખાતો હતો અર્જુન કપૂર

arjune kapoor
અભિનેતા અર્જુન કપૂરે 26 જૂને પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. . 1985 માં મુંબઇમાં જન્મેલ અર્જુન કપૂરના પિતા પ્રખ્યાત નિર્માતા બોની કપૂર અને માતા સ્વર્ગસ્થ મોના કપૂર છે. તેની બહેનનું નામ અંશુલા કપૂર છે. અર્જુનના જન્મદિવસ પર, ચાલો જાણીએ તેમની સાથે જોડાયેલી કેટલીક વિશેષ બાબતો.
arjune kapoor
રિલેશનશિપમાં અનિલ કપૂર અને સંજય કપૂર અર્જુનના કાકા છે. બોની કપૂરે મોના કપૂરથી અલગ થઈને શ્રીદેવી સાથે લગ્ન કર્યા. આ રીતે જોવા જઈએ તો જાહન્વી કપૂર અને ખુશી કપૂર અર્જુનની સાવકી બહેનો છે. સોનમ કપૂર અર્જુનની કઝીન છે.
arjune kapoor
અર્જુન કપૂરે સૌથી પહેલા નિર્દેશક  નિખિલ અડવાણી સાથે ફિલ્મ 'કલ હો ના હો' માં આસિસ્ટેંટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું હતું. આ સિવાય અર્જુન નિખિલની ફિલ્મ સલામ-એ-ઇશ્કમાં આસિસ્ટેંટ ડાયરેક્ટર હતો. અર્જુન કપૂર 'વોન્ટેડ' અને 'નો એન્ટ્રી' ફિલ્મોમાં એસોસિએટ પ્રોડ્યુસર પણ હતો. બંને ફિલ્મો બોની કપૂરે નિર્માણ કરી હતી
arjune kapoor
 
ફિલ્મોમાં આવતા પહેલા અર્જુનનું વજન 140 કિલો હતું. આવી સ્થિતિમાં તેણે હીરો તરીકે કામ કરવાનું વિચાર્યું પણ નહોતું. બાદમાં તેણે સલમાન ખાનના માર્ગદર્શન હેઠળ ખુદને  ફીટ કર્યો. સલમાન અર્જુનને તેની જિમમાં વર્કઆઉટ પણ કરાવતો હતો.
 
અર્જુને યશ રાજ બેનર ફિલ્મ ઇશકઝાદેથી અભિનયની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે અભિનેત્રી પરિણીતી ચોપડા હતી. આમાં અર્જુનના  અભિનયને ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. તેની મુખ્ય ફિલ્મો છે 'ગુંડે', '2 સ્ટેટ્સ', 'તેવર', 'કી અને કા', 'હાફ ગર્લફ્રેન્ડ' અને' પાણીપત'.
arjune kapoor
અર્જુન કપૂર હાલ જાણીતી અભિનેત્રી મલાઈકા અરોરા સાથેના પોતાના રિલેશનને કારણે સૌથી વધુ ચર્ચામાં છે