1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શુક્રવાર, 7 ઑક્ટોબર 2022 (10:48 IST)

Arun Bali Passes Away: ''હે રામ', '3 ઈડિયટ્સ' અને 'લાલ સિંહ ચઢ્ઢા' ફેમ અભિનેતાનું નિધન

Arun Bali Passes Away
Arun Bali Dies at 79: એક્ટર અરૂણ બાલીનો નિધન થઈ ગયો છે. 79 વર્ષની ઉમરમાં તેણે અંતિમ શ્વાસ લીધી. અરૂણ બાલી લાંબા સમયથી બીમાર ચાલી રહ્યા હતા.થોડા મહિના પહેલા તેને હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યો હતો.અરુણ બાલી માયસ્થેનિયા ગ્રેવિસ નામની દુર્લભ બીમારી સામે લડી રહ્યા હતા. 
 
આ એક સ્વયંપ્રતિરક્ષા રોગ છે. જે જ્ઞાનતંતુઓ અને સ્નાયુઓ વચ્ચે સંચાર નિષ્ફળતાને કારણે થાય છે.
 
અરુણ બાલીના નિધનથી ટીવી અને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. ઘણા સેલેબ્સ અને ફેન્સ સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કરી રહ્યા છે. ચાહકો તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે.