શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 21 ઑક્ટોબર 2021 (20:40 IST)

Ananya Panday Updates : અનન્યા પાંડે સાથેની પૂછપરછ પૂરી, NCB જવાબોથી સંતુષ્ટ નહી, કાલે સવારે 11 વાગે ફરી બોલાવી

બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડે(Ananya Panday) ના ઘરે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો(NCB) એ છાપા માર્યા છે. એનસીબીના અધિકારીઓ અનન્યા પાંડેના ઘરે ડ્રગ્સ કેસની પૂછપરછ માટે પહોંચ્યા હતા. અધિકારીઓએ અનન્યા પાંડેના ઘરની પણ તલાશી લીધી હતી. તેનું લેપટોપ અને મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે.
 
મુખ્ય વાતો 
- અનન્યા પાંડેની પૂછપરછ પૂરી થઈ ગઈ છે. તે ઓફિસ છોડીને પોતાના ઘરે જવા નીકળ્યો.
-  તેને આવતીકાલે ફરી પૂછપરછ માટે બોલાવવામાં આવી  છે. સમીર વાનખેડે 11 વાગ્યાથી ફરી તેમના સ્ટેટમેંટ રેકોર્ડ કરશે. 
- અનન્યા પાંડેની સવા બે કલાક સુધી સખત પૂછપરછ કરવામાં આવી. એનસીબી તેમના જવાબોથી સંતુષ્ટ જણાતું નહોતુ.
- અનન્યાના પિતા ચંકી પાંડે પણ તેમની સાથે NCB ઓફિસ પહોંચ્યા હતા.
 
એવું માનવામાં આવે છે કે આર્યન ખાન (Aryan Khan)ની ડ્રગ્સ ચેટમાં જે બોલીવુડ અભિનેત્રી વિશે સમાચાર આવ્યા તે અનન્યા પાંડે હતી. જોકે હજુ સુધી તેની પુષ્ટિ થઈ નથી. હાલ એનસીબીએ અનન્યા પાંડેને ડ્રગ્સ કેસમાં આજે બપોરે 2 વાગ્યે પૂછપરછ માટે બોલાવી હતી. એનસીબીની ટીમ શાહરૂખ ખાનનો બંગલો મન્નત પણ પહોંચી હતી.
 
અહેવાલો અનુસાર, અનન્યા પાંડેની સાથે ડ્રગ્સ ચેટમાં આર્યન ખાનની બહેન સુહાના ખાન(Suhana Khan)નું નામ પણ સામે આવ્યું છે. અનન્યા પાંડેના ઘરની તલાશી લીધા બાદ એનસીબીની એક ટીમ શાહરૂખ ખાનના ઘરે મન્નત પહોંચી હતી. જ્યાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. સર્ચ ઓપરેશન માટે શાહરુખ ખાનના ઘરે પહોંચેલી એનસીબી ટીમના અધિકારીઓની ઘણી તસવીરો સામે આવી છે.એનસીબીની ટીમ આર્યન ખાનના ડ્રગ્સ કેસની ફાઈલો સાથે શાહરુખ ખાનના ઘરે પહોંચી છે. શાહરૂખ ખાન આજે સવારે મુંબઈની આર્થર રોડ જેલમાં તેના પુત્ર આર્યનને મળવા ગયો હતો