ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 12 જાન્યુઆરી 2024 (11:42 IST)

HBD રામાયણ ના 'રામ' : અયોધ્યામાં ખાસ મેહમાન છે 'રામ', જાણો તેમના જીવનની રોચક વાતો

Ayodhya Ram mandir pran pratistha special guest: દુનિયાભરની નજર જો ભારતના કોઈ શહેર પર ટકી છે તો એ છે અયોધ્યા. આગામી 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમારંભ થવા જઈ રહ્યો છે.  આ ભવ્ય કાર્યક્રમની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. તેના માટે મહેમાનોને આમંત્રણ મોકલવામાં આવ્યુ છે. દેશ વિદેશથી અનેક મહેમાન આ કાર્યક્રમનો ભાગ બનશે.  મહેમાનોની લિસ્ટમાં એક નામ ટીવીના રામનુ પણ છે. જેને દર્શક અસલ જીવનમાં રામ સમજવા લાગ્યા હતા. રામાનંદ સાગરની રામાયણ તેમને માટે ખાસ બની ગઈ હતી. 
 
 મનોરંજન જગતમાં 'રામ'ને કેન્દ્રમાં રાખીને ઘણા ટીવી શો અને ફિલ્મો બનાવવામાં આવી છે. પરંતુ રામાનંદ સાગર જે 'રામાયણ' લાવ્યા હતા તે આજે પણ લોકોના મનમાં મોજૂદ છે. આ તે શો હતો જેણે એક અભિનેતાના જીવનમાં પલટો કર્યો હતો. તે લોકોમાં આદરણીય ચહેરો બની ગયો હતો.