શનિવાર, 27 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 18 ડિસેમ્બર 2015 (10:48 IST)

BJP ના વિરોધ પછી પુણેમાં 'બાજીરાવ મસ્તાની' નો શો રોકવામાં આવ્યો

બોલીવુડ સ્ટાર્સ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની શુક્રવારે રજુ થયેલ ફિલ્મ 'બાજીરાવ મસ્તાની' નુ બીજેપીએ પુણેમાં વિરોધ કર્યો છે. વિરોધને કારણે સીટી પ્રાઈડ થિયેટરમાં સવારે 8 વાગ્યાનો શો રદ્દ કરવામાં આવ્યુ છે. બીજેપી સાંસદ અનિલ શિરોલેએ ફિલ્મનો વિરોધ કરતા કહ્યુ છે કે ઈતિહાસ સાથે છેડછાડ કરવી ઠીક નથી. 
 
આ પહેલા પાકિસ્તાન સેંસર બોર્ડ પાસેથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ લેવામાં નિષ્ફળ રહી હતી. પણ પછી ફિલ્મ પાકિસ્તાનમાં રજુ થવામાં સફળ રહી હતી. પાકિસ્તાનમાં પહેલા ફિલ્મને મુસ્લિમ અને ઈસ્લામ વિરોધી કહેતા તેની રજૂઆત પર બેન મુકવામાં આવ્યુ હતુ. જો કે પછી અનેક સંવાદોને મ્યૂટ કરીને ફિલ્મ રજુ કરવામાં આવી હતી. 
 
ફક્ત ભંસાલી માટે કાશીબાઈ બની પ્રિયંકા ચોપડા 
 
અભિનેત્રી પ્રિયંકા ચોપડાનુ કહેવુ છે કે આગામી ફિલ્મ 'બાજીરાવ મસ્તાની'માં તેમને માટે કાશીબાઈનુ પાત્ર ભજવવુ ખૂબ પડકાર રૂપ હતુ. અભિનેત્રીએ કહ્યુ કે તેમણે આ ફિલ્મ  ફક્ત નિર્દેશક સંજય લીલા ભંસાલી માટે કરી છે. પ્રિયંકાએ કહ્યુ મે આ ફિલ્મ ભંસાલી માટે કરી. હુ જાણુ છુ કે મસ્તાનીના પાત્રમાં દીપિકા છે અને બાજીરાવના પાત્રમાઅં રણવીર તો પછી મે આ ફિલ્મ કેમ કરી ? પ્રિયંકા મુજબ તેમણે કાશીબાઈનુ પાત્ર ખૂબ રસપ્રદ લાગ્યુ. તેમણે કહ્યુ કે આ એક સ્ત્રી ચરિત્ર છે અને મારે માટે આ પાત્ર કરવુ ખૂબ પડકારરૂપ હતુ. મારે માટે આ ફિલ્મ ખૂબ ખાસ છે અને તેનો ભાગ બનવા માટે હુ ખૂબ ઉત્સાહિત હતી.