રૉયલ અંદાજમાં બોયફ્રેંડ સાથે લગ્નના બંધનમાં બંધાયેલી સોફિયા હયાત, જુઓ તસ્વીરો
મોડલમાંથી નન બનેલી સોફિયા હયાતે સોમવારે પોતાના મંગેતર વ્લાદ સ્ટાનેસ્કુ સાથે લગ્ન કરી લીધા. સોફિયાના લગ્ન ખૂબ રોયલ અંદાજમાં થયા. સોફિયાના લગ્ન સાથે જોડાયેલ અનેક તસ્વીરો તેમના મિત્રોએ ઈંસ્ટાગ્રામ પર શેયર કરી છે. તેમના લગ્નની થીમ ગોઈઝ ફૈરીઝ એંડ એજંલ રાખવામાં આવી હતી. સોફિયાએ પોતાના લગ્નમાં ગોલ્ડન કલરનુ ગાઉન પહેર્યુ. પોતાના લગ્નને રોયલ લુક આપવા માટે સોફિયા અને સ્ટાનેસ્કુ ઉપરાંત લગ્નમાં આવનારા બધા ગેસ્ટએ ક્રાઉન પણ પહેર્યો. સોફિયા છેલ્લા કેટલાક દિવસોથી પોતાના લગ્ન સાથે જોડાયેલ અપડેટ વીડિયો દ્વારા ફોલોઅર્જ સાથે શેયર કરી રહી હતી.
સોફિયાને તેમની નવી જીંદગીની શરૂઆત માટે તેમની મિત્ર રાખી સાવંતે સૌ પહેલા શુભકામનાઓ આપી. બે મહિના પહેલા જ સોફિયાએ પોતાના મંગેતર વ્લાદ સ્ટાનેસ્કુ વિશે જણાવ્યુ હતુ. તે રોમનિયાનો એક ઈંટિરિયર ડીઝાઈનર છે. તે ખૂબ જ ક્રિએટિવ અને ટેલેંટેડ છે. તેણે સઉદી અરેબિયાના કિંગ ફહદ કૈબ્રિજના પ્રિંસ વિલિયમ ડ્યૂક, બ્રૂનીના સુલ્તાન માટે કામ કર્યુ છે. તે ખૂબ જ સારા વ્યક્તિ છે તેમનો વ્યવ્હાર શાનદાર છે.
સોફિયાએ કહ્યુ અમે સાથે ડિનર માટે ગયા હતા ત્યારે તેમને મને પ્રેમનો એકરાર કર્યો હતો અને લગ્નનું પ્રપોઝલ મુક્યુ હતુ. તેના પર મે હા કહ્યુ હતુ. સોફિયા અવારનવાર ચર્ચામાં રહે છે. તે બિગ બોસની એક કંટેસ્ટેંટ પણ રહી ચુકી છે. બિગ બોસના શો માંથી બહાર નીકળવાના થોડા દિવસ પછી તેણે નન બનીને સૌને ચોકાવી દીધા હતા. ત્યારબાદ સોફિયાએ પોતાના પગના તળિયે સ્વસ્તિકનુ નિશાન બનાવીને લોકોની ધાર્મિક ભાવનાઓને નુકશાન પહોંચાડ્યુ હતુ.
સોફિયાએ પોતાના પગના તળિયે આ ટૈટૂ બનાવીને તેની ફોટો પોતાના ઈંસ્ટાગ્રામ પર શેયર કરી અને આ તસ્વીરો જોઈને લોકોએ ખૂબ ગુસ્સો વ્યક્ત કર્યો હતો. થોડા દિવસ પહેલા મક્કામાં છેડછાડનો મામલો પણ સામે આવ્યો હતો. સોફિયાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેયર કરીને સમગ્ર મામલા પર ચર્ચા કરી.