સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 7 જાન્યુઆરી 2021 (09:09 IST)

HBD Bipasha- બિપાશા બાળપણમાં ડોક્ટર બનવા માંગતી હતી

બિપાશા બાળપણમાં ડોક્ટર બનવા માંગતી હતી, પરંતુ મોડેલિંગ દ્વારા અભિનયની દુનિયામાં આવી ગઈ.
 
બિપાશાનેમોડેલિંગ માટે મેહર જેસિયા અર્જુન(અર્જુન રામપાલની પત્ની)એ પ્રેરિત કર્યા. કલકત્તામાં બિપાશાની સુંદરતાથી પ્રભાવિત થઈને મેહરે તેમને એક સુપરમોડલ હરીફાઈમાં ભાગ લેવા માટે કહ્યુ અને બિપાશા એ પ્રતિયોગિતામાં પ્રથમ આવી.
 
 
અભિનય બિપાશાને એક અભિનયની જેમ કરે છે અને તેનુ માનવુ છે કે હીરોહીનનુ કેરિયર ખૂબ નાનુ હોય છે, તેથી તેનો પૂરો ફાયદો લેવો જોઈએ. લગ્ન પછી તે પોતાનો બધો સમય પરિવારને આપશે.
 
પોતાના પરિવાર પ્રત્યે બિપાશાને ખૂબ પ્રેમ છે. પોતાની બંને બહેનો વિદિશા અને વિજયેતાથી તેમની સારે બને છે. જ્યારે પણ તક મળે છે તે પોતાના ભત્રીજા અને ભત્રીજીની સાથે રમવુ પસંદ કરે છે.
 
જૉન પહેલા બિપાશા અને ડીનો મારિયોની વચ્ચે અફેયર હતુ, પરંતુ 'જિસ્મ'માં કામ કર્યા પછી બિપાશાને જોન અબ્રાહમ ગમવા માંડ્યા.
 
બિપાશાને એ જોઈને સારુ લાગે છે કે છોકરીઓ જૉન પર ફીદા છે અને જોન બિપાશા પર ફિદા છે.
 
સુસૈન અને રોકી એસ બિપાશાની ખાસ મિત્ર છે અને તેના ખાસ મિત્રોની યાદીમાં તેના કૂતરાના નામ(પાશ્તો)નો પણ સમાવેશ છે.
 
પેરિસ, ન્યૂયોર્ક અને ગોવા બિપાશાની પસંદગીની જગ્યા છે, જ્યાં તે મોટાભાગે રજાઓ વીતાવવી પસંદ કરે છે.
 
'અજનબી'ના રૂપમાં બિપાશાએ પ્રથમ હિન્દી ફિલ્મ સાઈન કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે અક્ષય કુમાર અને બોબી દેઓલ હતા. અક્ષય અને બોબીએ બિપાશાની જે મદદ કરી હતી, તે અત્યાર સુધી ભૂલાઈ નથી.
 
બોલીવુડમાં શાહરૂખ ખાન બિપાશાની પસંદગીનો હીરો છે તે તેની નાયિકા બનવા માંગે છે, પરંતુ અત્યાર સુધી તેની ઈચ્છા પૂરી નથી થઈ. જો કે 'રબ ને બના દી જોડી'ના એક ગીતમાં તેને શાહરૂખ સાથે કામ કરવાની તક મળી.
 
અમિતાભ બચ્ચને એકવાર કહ્યુ હતુ કે 'એતબાર'ના સેટ પર જ્યારે બિપાશા, જોનનો દરેક રીતે ખ્યાલ રાખતી હતી અને તેની તરફ ધ્યાન નહોતી આપતી તો તેને જોનથી બળતરા થતી હતી.
 
2005 અને 2007માં ઈસ્ટર્ન આઈ નામની પત્રિકાએ તેમને એશિયાની સૌથી Gorgeous મહિલા જાહેર કરી હતી.
 
 
બિપાશાએ સાબિત કર્યુ છે કે શ્યામ છોકરીઓ પણ સુંદર અને Gorgeous હોય છે