મંગળવાર, 5 માર્ચ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : રવિવાર, 9 જૂન 2019 (11:03 IST)

B'Day SPL: ફિલ્મોમાં આવતા પહેલા કંઈક આવી દેખાતી હતી Fashionista સોનમ કપૂર

બોલીવુડની ફેશન આઈકૉન દ્વારા પોતાની ઓળખ બનાવી ચુકેલ સોનમ કપૂરનો આજે જન્મદિવસ છે. સોનમે પોતાના કેરિયરની શરૂઆત 2007માં આવેલી ફિલ્મ સાંવરિયા દ્વારા કરી હતી. પણ શુ તમે જાણો છો કે બોલીવુડની આ ફેશન ક્વીન ફિલ્મોમાં આવતા પહેલા ખૂબ અલગ દેખાતી હતી. સમાચારનુ માનીએ તો પહેલા તેનુ વજન લગભગ 90 કિલો જેટલુ હતુ. પણ સાંવરિયા માટે તેણે 35 કિલો વજન ઓછુ કર્યુ હતુ. આજે તેના જન્મદિવસના વિશેષ અવસર પર જુઓ સોનમની પહેલાની તસ્વીરો 
હજુ થોડા દિવસ પહેલા સોનમે પોતાનો બર્થડે પ્લન શેયર કર્યો હતો. સોનમને જ્યારે પૂછવામાં આવ્યુ હતુ કે એ આ વર્ષે કેવી રીતે બર્થડે સેલિબ્રેટ કરવાની છે ? તો સોનમે કહ્યુ હતુ કે, હુ મારા પતિ અને મારા ખાસ મિત્ર બધા મળીને લંડનમાં મારો બર્થડે સેલિબ્રેટ કરીશુ. કરીના કપૂર અને કરિશ્મા કપૂર પણ મારા બર્થડે પર હાજર રહેશે.  આ એક નાનકડો અને પ્રાઈવેટ ગેટ ટૂ ગેધર રહેશે. અત્યાર સુધી મેં અનેક ગ્રૈંડ પાર્ટીઝ કરી લીધી છે.  પણ આ વખતે હુ મારો બર્થડે થોડો શાંતિથી ઉજવવાની છુ. 
સોનમની પ્રોફેશનલ લાઈફ વિશે વાત કરીએ તો તાજેતરમાં જ તેની ફિલ્મ વીરે દી વેડિંગ રજુ થઈ છે. ફિલ્મએ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી લીધી છે.