શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 6 જૂન 2022 (17:16 IST)

દિગ્ગજ અભિનેતા ધર્મન્દ્રની તબિયતને લઈને ફેલાઈ અફવા. પુત્ર બોબી દેઓલ બોલ્યા - પપ્પા એકદમ ઠીક

6 જૂન એટલે કે આજે સવારે બોલીવુડ અભિનેતા ધર્મેન્દ્રને લઈને સમાચાર આવી રહ્યા હતા કે તબિયત બગડ્યા બાદ તેમણે મુંબઈના એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સમાચાર ફેલાયા બાદ તેમના પુત્ર અભિનેતા બોબી દેઓલે તેને અફવા ગણાવી. બોબીએ કહ્યુ કે પપ્પાની તબિયત બિલકુલ ઠીક છે અને તે ઘરે આરામ કરી રહ્યા છે. 
 
એક મીડિયા સાથે વાતચીતમાં બોબી દેઓલે કહ્યુ કે ધર્મેન્દ્રની તબિયત હવે સારી છે. આ સાથે જ બોબીએ પોતાના પોતાની ચિંતા કરવ્વા અને તેમને પ્રેમ આપવા માટે ફેંસનો આભાર પણ માન્યો.  ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા ધર્મેન્દ્રએ અપને-2 ના શૂટિંગ દરમિયાન ઘાયલ થઈ ગયા હતા. જ્યારબાદ તેમને થોડા દિવસ સુધી હોસ્પિટલમાં રહેવુ પડ્યુ હતુ.  જ્યારબાદ તેમને લઈને આ સમાચાર ફેલાય રહ્યા હતા. 
 
હોસ્પિટલથી પરત ફર્યા બાદ ધર્મેન્દ્રએ પોતે પોતાના ફેંસને પોતાના આરોગ્ય વિશે માહિતી આપી. તેમણે એક વીડિયો શેયર કરતા બતાવ્યુ હતુ કે શૂટ સમયે તેમને કમરમાં વાગ્યુ હતુ. હવે તેઓ રિકવર કરી રહ્યા છે.