રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 26 જૂન 2017 (16:07 IST)

અમિતાભ બચ્ચને Twitter પર Facebook ની કરી ફરિયાદ, કહ્યુ - જાગો ફેસબુક

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને પોતાના ફેસબુક અકાઉંટના બધા ફીચર્સનો ઉપયોગ નથી કરી શકી રહ્યા. તેથી તેમણે રવિવારે સોશિયલ  નેટવર્કિંગ સાઈટ ફેસબુકને ફરિયાદ કરી. 74 વર્ષીય અમિતાભ બચ્ચને રવિવારે ટ્વિટર પર લખ્યુ, 'હેલો ફેસબુક, જાગો.. મારુ ફેસબુક પેજ સંપૂર્ણ રીતે ખુલી રહ્યુ નથી.  આ અનેક દિવસોથી થઈ રહ્યુ છે. ફરિયાદ કરવા માટે મને આ માધ્યમનો ઉપયોગ કરવો પડ્યો. 


 
અમિતાભના બંને સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુક અને ટ્વિટર પર 2.70 કરોડ ફોલોઅર છે. આ માધ્યમોનો ઉપયોગ તે પોતાના પ્રશંસકોને પોતાની રોજની જીવનશૈલી સાથે પરિચિત કરાવવા માટે કરે છે.  અહી સુધી કે તે એક બ્લોગ પ્ણ લખે છે. આ બ્લોગ પર તેઓ અનેક વર્ષોથી લખતા આવી રહ્યા છે. 
 
અમિતાભ હાલમાં આમિર ખાન સાથે માલ્ટામાં ઠગ્સ ઓફ હિંદોસ્તા ની શૂટિંગમાં વ્યસ્ત છે.