સુશાંત સિંહના મોતના 23 દિવસ પછી રીલિઝ થયુ તેમની અંતિમ ફિલ્મનુ ટ્રેલર, ફેંસ થયા ઈમોશનલ

Last Updated: મંગળવાર, 7 જુલાઈ 2020 (11:13 IST)
અભિનેતા વિદ્યુત જામવાલ સહિતના બોલીવુડના ઘણા સ્ટાર્સ રાજપૂતની ફિલ્મ 'દિલ બેચારા'નું પ્રમોશન કરી રહ્યા છે, જેથી આ ફિલ્મ સૌથી વધુ જોવાનારી ફિલ્મ બની શકે. વિદ્યુતે 'દિલ બેચારા' નું ટ્રેલર રિલીઝ થતા જ ટ્રેલરની એક લિંક ટ્વિટર પર શેર કરી છે.
આ ઉપરાંત આ ફિલ્મના ટ્રેલરને યુટ્યુબ પર પણ જબરદસ્ત લાઈક્સ મળી રહી છે. ટ્રેલર રિલીઝ થયાના 15 કલાકની અંદર તેને 4.6 મિલિયન લાઇક્સ મળી છે
'દિલ બેચારા' મૂવીમાં સુશાંત સિંહ રાજપૂતની અપોઝિટ સંજના સંધી છે. . સંજના આ ફિલ્મથી ડેબ્યૂ કરી રહી છે. આ ફિલ્મ લાંબા સમયથી અટકી પડી હતી. આ ફિલ્મ આ વર્ષે થિયેટરોમાં રજુ થવાની હતી, પરંતુ કોરોના વાયરસને કારણે લોકડાઉન થવાને કારણે તે અટવાય પડી હતી.
ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને તે ટ્રેન્ડમાં
છે. ફિલ્મના ટ્રેલરમાં રિલીઝના ફક્ત 15 કલાક થયા છે અને તેને 2 કરોડથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.

બોલીવુડના જાણીતા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાને 24 દિવસ થયા છે, પરંતુ તેમના ચાહકો હજી સુધી આ વાત સ્વીકારવા તૈયાર નથી. સાથે જ પોલીસ તેની પાછળના રહસ્યને હલ કરવા માટે તમામ શક્ય પ્રયત્નો કરતી પણ જોવા મળી રહી છે. એક તરફ સુશાંતનું મોત અને એક પછી એક ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે, આ બધાની વચ્ચે તેમની છેલ્લી ફિલ્મ 'દિલ બેચારા' નું ટ્રેલર પણ રિલીઝ થઈ ગયું છે. ફિલ્મનું ટ્રેલર બહાર આવ્યા બાદ તેના ચાહકો પહેલા કરતા વધારે ભાવુક છે અને સોશિયલ મીડિયા પર પોતાની લાગણી વ્યક્ત કરી રહ્યા છે.


આ પણ વાંચો :